Gujarat government's budget will be presented on February 24
Gujarat Budget /
24મીએ ગુજરાત બજેટ: જંત્રી દરમાં વધારો થતા વધશે આગામી બજેટનું કદ, જાણો કેટલા કરોડને પાર જશે
Team VTV09:53 AM, 08 Feb 23
| Updated: 09:52 AM, 23 Feb 23
આગામી 24 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહેલા ગુજરાતના બજેટનું કદ વધશે. જંત્રીમાં 100%ના વધારાથી વર્ષ 2023-24ના બજેટનું કદ 2.90 લાખ કરોડ રૂપિયાને પાર થવાની સંભાવના છે.
ગુજરાત સરકારનું બજેટ 24 ફેબ્રુઆરીએ રજૂ થશે
જંત્રી વધારાથી ગુજરાતના બજેટનું વધશે કદ
જંત્રીમાં 100%ના વધારાથી બજેટનું કદ વધશે
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો જીતીને સતત સાતમી વખત ગુજરાતમાં સરકાર બનાવી છે. ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ નવી બનેલી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આગામી 24મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જંત્રી વધારાથી ગુજરાતના બજેટનું કદ વધશે.
24 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહેલું બજેટ ખૂબ જ મહત્વનું
બજેટસત્રનો પ્રારંભ 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે અને 24 ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે તાજેતરમાં જ વર્ષ 2022ના ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને આ નવી સરકારનું પ્રથમ બજેટ હશે.
2023-24ના બજેટનું કદ વધશે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2023-24ના બજેટનું કદ વધી શકે છે. વર્ષ 2023-24ના બજેટનું કદ 2.90 લાખ કરોડ રૂપિયાને પાર થવાની સંભાવના છે. જંત્રીના દર વધતા મહેસૂલની આવકમાં વધારો થશે. મહત્વનું છે કે, વર્ષ 2022-23ના બજેટનું કદ 2.43 લાખ કરોડ હતું. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગત વર્ષે 2 લાખ 43 હજાર 956 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
2.43 લાખ કરોડનું બજેટ કરાયું હતું રજૂ
જે ગુજરાતના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઈ જ નવા કરવેરા વગરનું પૂરાંત ભાડું બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણ, ખેડૂતો, આદિવાસી, માછીમારો માટેની જાહેરાતો કરવામાં આવી હતી.