Monday, May 20, 2019

VTV Impact / રાજ્ય સરકાર મોન્સેંટોની ગ્લાયફોસેટ દવા પર પ્રતિબંધ મૂકવા કેન્દ્ર સરકારને કરશે ભલામણ

મોન્સેંટો કંપનીની દવામાં કેન્સરના પ્રમાણના મામલે VTV ન્યૂઝના અહેવાલ બાદ ગુજરાત સરકાર હરકતમાં  આવી  છે...અને હવે મોન્સેંટોની ગ્લાયફોસેટ દવા પર પ્રતિબંધ મૂકવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. જેને લઇ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને દવા પર પ્રતિબંધ મૂકવા ભલામણ કરશે.. ગ્લાયફોસેટનો નિંદામણનાશક દવા તરીકે ગુજરાતમાં ભરપુર ઉપયોગ થાય છે. ત્યારે મોન્સેંટોની ગ્લાયફોસેટ દવાના છંટકાવથી કેન્સરનું ભારે જોખમ રહેલું છે. અમેરિકામા ગ્લાયફોસેટથી ખેડૂતોને કેન્સર થતા મોન્સેંટોને રૂ.154 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ કંપનીની દવા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે...

Monsanto Company Cancer Gujarat government
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ