Gujarat government will decide to merge Std. 1 to 8 schools
શિક્ષણમાં ફેરફાર /
ગુજરાતની આશરે 5 હજાર શાળાઓ અંગે કરાશે મહત્વનો નિર્ણય, ગાંધીનગર ખાતે શિક્ષણ સચિવોની યોજાશે બેઠક
Team VTV03:58 PM, 24 Jun 21
| Updated: 04:53 PM, 24 Jun 21
ગાંધીનગર ખાતે આગામી સપ્તાહે શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં 60થી ઓછી સંખ્યાવાળી શાળાઓનું મર્જ કરવા અંગે વિચારણા કરાશે
ધો.1થી 8ની શાળાઓ મર્જ કરવા વિચારણા
શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં બેઠક
આગામી સપ્તાહે મળશે બેઠક
રાજ્ય સરકાર દ્વારા ધો.1થી 8ની શાળાઓ મર્જ કરવા વિચારણા ચાલી રહી છે. આગામી સપ્તાહે શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં 60થી ઓછી સંખ્યાવાળી શાળાઓનું મર્જ કરવા અંગે વિચારણા કરાશે. એક કિમીની અંદર 2 શાળાઓ હોય તેની યાદી પણ માગવામાં આવી છે. ધો. 6થી 8માં 45થી ઓછા વિદ્યાર્થીવાળી શાળાઓનું લિસ્ટ મગાવવામાં આવ્યું છે. ધો. 6થી 8ની 2 શાળા 3 કિમી સુધીમાં હોય તેની પણ યાદી માગવામાં આવી છે.