Gujarat government took a big decision for Farmers
નિર્ણય /
ખેડૂતોને હવે ચિંતા નહીં રહે, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
Team VTV02:31 PM, 16 Aug 21
| Updated: 02:35 PM, 16 Aug 21
ખેડૂતોને વીજળીમાં રાહત, ખેડૂતોને અપાતી વીજળીમાં એક કરોડ યુનિટનો વધારો કરવામાં આવ્યો હોવાનું ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે.
ખેડૂતોને વીજળીમાં રાહત
વીજળીમાં 1 કરોડ યુનિટનો વધારો
ખેડૂતો માટે 10 કલાકની વીજળી
ખેડૂતોને હવે ચિંતા જરૂર નહીં રહે કેમ કે ગુજરાતના ખેડૂતો માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોને અપાતી વીજળીમાં એક કરોડ યુનિટનો વધારો કરવામાં આવ્યો હોવાનું ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે.
ખેડૂતોને અપાતી વીજળીમાં એક કરોડ યુનિટનો વધારો
મહત્વનું છે કે સામાન્ય સંજોગોમાં દૈનિક સરેરાશ સાડા છ થી સાત કરોડ યુનિટ વીજળીનો ખેતીવાડી ક્ષેત્રે વપરાશ થાય છે. રાજ્યમાં આ વખતે ઓછા વરસાદને થતા ખેડૂતોને સિંચાઈને લઈ ચિંતિત બન્યા છે. ત્યારે ખેડૂતોને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મંત્રી સૌરભ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદ ખેંચતા ઉર્જા વિભાગે ખેડૂતોને વધુ વીજળી ફાળવી છે. જેમાં ગઈ કાલે ખેડૂતોને 10.3 કરોડ યુનિટ વીજળી આપવામાં આવી છે.જ્યારે ગત ઓગસ્ટ મહિનામાં 9.3 કરોડ યુનિટ વીજળી આપવામાં આવતી હતી.
8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવામાં આવી
મહત્વનું છે કે રાજ્યમાં ખેડૂતોને ઉજવલા યોજના અંતર્ગત 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવી રહી છે. જેમાં દરરોજ 6 થી 7 કરોડ યુનિટ વીજળી ખેતીવાડી ક્ષેત્રે આપવામાં આવે છે ત્યારે ખેડૂતોને અપાતી વીજળીમાં એક કરોડ યુનિટનો વધારો કરવામાં આવશે તેવું રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. ઉર્જામંત્રીએ વધુમાં કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને સહાયરૂપ થવા અનેક કૃષિ હિતલક્ષી નિર્ણયો કરાયા છે જેના પરિણામે ખેડૂતો વધુ ને વધુ ખેતી કરતા થયા છે.
ખેડૂતોને 10.3 કરોડ યુનિટ વીજળી આપવામાં આવી
ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય અને આર્થિક રીતે સમૃધ્ધ બને એ માટે રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. જેના ભાગરૂપે ખેડૂતોને ગુણવત્તા યુક્ત અને સમયસર વીજળી પુરી પાડવામા આવી રહી છે. ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમા ધરખમ વધારો યયો છે ગઈ કાલે માત્ર એક જ દિવસ માં 10.3 કરોડ યુનિટસ ખેડૂતોને પૂરા પડાયા છે જે ગત વર્ષે અપાયેલ 9.3 કરોડ દૈનિક વીજળી યુનિટસ કરતા એક કરોડ યુનિટનો વધારો થયો છે.
દરરોજ 6 થી 7 કરોડ યુનિટ વીજળી ખેતીવાડી ક્ષેત્રે
રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમાં ધરખમ વધારો થયો છે જેમા તારીખ 15 ઓગસ્ટનાં રોજ ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોને 103 મિલિયન યુનિટસ્ એટલે કે 10.03 કરોડ યુનિટસ્ વીજળી અપાઈ છે. જે ગત વર્ષે એટલેકે વર્ષ 2020-2021માં ખેડૂતોને અપાયેલ મહત્તમ દૈનિક વીજળીના 93 કરોડ યુનિટસ્ કરતાં 10 કરોડ યુનિટ્સ વધારે છે એટલે કે એક કરોડ યુનિટનો વધારો થયો છે જેના લીધે ખેડૂતોના પાક ઉત્પાદનમા વૃધ્ધિ થશે સૌરભ પટેલે જણાવ્યું છે.