બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિદ્યાસહાયકની ભરતી અંગે મોટા સમાચાર, આ તારીખે જાહેર થશે કામચલાઉ મેરીટ યાદી
Last Updated: 08:01 PM, 19 February 2025
વિદ્યાસહાયકની ભરતીને લઈ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આગામી સમયમાં વિદ્યાસહાયકની ભરતી જાહેર થશે. જેમાં કામ ચલાઉ મેરીટ યાદી જાહેર થશે. 20 ફેબ્રુઆરીનાં રોજ સાંજે કામચલાઉ મેરીટ યાદી જાહેર થશે. વેબસાઈટ પર ઉમેદવારો મેરીટ યાદી જોઈ શકશે.
ADVERTISEMENT
વિધાસહાયક ભરતી અંગે કામચલાઉ મેરીટ યાદી પ્રસિધ્ધ કરવા બાબત https://t.co/8VxyrK7KeH
— Dr. Kuber Dindor (@kuberdindor) February 19, 2025
કેટલી જગ્યાઓ પર ભરતી હાથ ધરાશે
ADVERTISEMENT
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ની ૫૦૦૦ જગ્યાઓ, ધોરણ ૬ થી ૮ ની ૭૦૦૦જગ્યાઓ અને અન્ય માધ્યમની ૧૮૫૨ જગ્યાઓ એમ કુલ ૧૩૮૫૨ જગ્યાઓ ભરવા વિધાસહાયક ભરતીની જાહેરાત આપવામાં આવેલ.
વિદ્યાસહાયકોની ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં ઉમેદવારોની વયમર્યાદામાં 1 વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે પહેલા બિન અનામતની વયમર્યાદા 18 થી 36 વર્ષ હતી. જેને આ વખથે બિન અનામતની વયમર્યાદા ઘટાડીને 18 થી 35 વર્ષ કરવામાં આવી છે.
વિધાસહાયક ભરતી અંગે કામચલાઉ મેરીટ યાદી પ્રસિધ્ધ કરવા બાબત pic.twitter.com/PleSICQNX8
— Praful Pansheriya (@prafulpbjp) February 19, 2025
આ ઉપરાંત SC, ST, SEBC EWS કેટગરીમાં પુરુષોની વયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં આ કેટેગરીમાં 1 વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઉપરાંત SC, ST, SEBC EWS કેટગરીમાં પુરુષોની વયમર્યાદામાં 41 થી ઘટાડી 40 વર્ષ કરવામાં આવી હતી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર SC, ST, SEBC EWS કેટગરીમાં મહિલાઓની વયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે 2022ની ભરતી વખતે બિન અનામતની વયમર્યાદા 18થી 36 વર્ષ રાખવામાં આવી હતી.
2022માં કોરોનાના પગલે છૂટછાટ અપાઈ હતી
ધોરણ-6થી 8ની ભરતીમાં વયમર્યાદા અગાઉ જે હતી તેનો અમલ ફરી કરાયો છે. 2022 વખતે ભરતીમાં કોરોનાના પગલે વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી હતી. જોકે કોરોના પછી તે પત્રની મર્યાદા પૂર્ણ થતા ફરી જૂનો નિયમ અમલમાં આવતા વય મર્યાદા એક વર્ષ ઘટાડાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
કાનુનને પડકાર ? / કાયદાની એસી તેસી! વડોદરામાં વધુ એક ટપોરી ગેંગની રીલ વાયરલ, જુઓ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.