રાજ્યમાં સ્ટેમ્પ પેપરનાં કાળા બજારને રોકવા માટે રાજ્ય સરકારે મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. હવે ગુજરાતમાં તમે ઘરે બેઠાં ઓનલાઈન ઈ-સ્ટેમ્પ પેપર મેળવી શકશો. તમે ઓનલાઈન અલગ-અલગ દરનાં ઈ સ્ટેમ્પ ઉપર દસ્તાવેજની નોંધણી પણ કરી શકશો.
સ્ટેમ્પ પેપરના કાળા બજારને રોકવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘરે બેઠા ઓનલાઈનથી ઈ-સ્ટેમ્પ મેળવી શકાશે. રાજ્યમાં વધી રહેલા કાળા બજારને રોકવા માટે ઘર બેઠા ઓનલાઈન વેચાણનો નિર્ણય લેવાયો છે. સ્ટેમ્પ વેંડરોની જોહુકમીને નાથવા માટે મહેસૂલ વિભાગ દ્વારા ઓનલાઈન ઈ-સ્ટેમ્પનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે અલગ અલગ દરના ઈ-સ્ટેમ્પ પર દસ્તાવેજ નોંધણી થઈ શકશે.
મહેસુલ મંત્રી કૌશિક પટેલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગ સરળ અને ઝડપી બની રહ્યો છે. મહેસુલ વિભાગ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરાઇ રહ્યો છે. લોકોના કામ ઝડપી થાય તે માટે મહેસુલ વિભાગ કામ કરી રહ્યો છે. મહેસુલ વિભાગના તમામ કામો ઓનલાઇન કરવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, કેટલીક વાર સ્ટેમ્પની કુત્રિમ અછત ઉભી કરવામાં આવે છે. નાગરિકોને દસ્તાવેજ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવશે. ઇ-સ્ટેમ્પઇંગની સુવિધાનો વ્યાપ વધારવામાં આવશે. હવે એડવાન્સમાં સ્ટેમ્પ પેપર ખરીદવાની જરૂર નહીં પડે. છેવાડાના ગામડાઓને પણ ઇ સ્ટેમ્પઇંગનો લાભ મળશે. આ સ્ટેમ્પનું ડુબ્લીકેશન પણ નહીં થાય.
વધુમાં કૌશિક પટેલે કહ્યું હતું કે, રાજ્યની જનતા ઈ-સ્ટેમ્પ પર દસ્તાવેજોની નોંધણી કરી શકશે. રાજ્યમાં હાલ 474 સુવિધા કેન્દ્રો કાર્યરત છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયથી રાજ્યના નાગરિકોને દસ્તોવેજ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. સ્ટેમ્પ પેપરના વેચાણ માટે ઉદભવતાં કાળા બજારનો અંત આવશે.