રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ઇઝરાયેલી ટેકનીકથી દરિયાનું પાણી મીઠુ કરાશે

By : hiren joshi 09:08 PM, 15 April 2018 | Updated : 09:08 PM, 15 April 2018
રાજકોટઃ રાજ્યમાં હાલ પાણીની સમસ્યા સર્જાઈ છે. ત્યારે પાણીની આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારે દરિયાના પાણીનો ઉપયોગ કરવાનું મન બનાવી લીધું છે.

રાજ્ય સરકાર ઈઝરાયેલી ટેકનીકથી દરિયાના પાણીને મીઠું બનાવવા માટે પ્લાન પણ તૈયાર કરશે. અને આ પ્લાન્ટનું આગામી માસમાં ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ પણ આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જળ સંકટના એંધાણ દેખાઇ રહ્યા છે. ઉનાળો આવતા પાણીના તળ પણ નીચે જઇ રહ્યા છે. ત્યારે આ પ્રકારની રાજ્ય સરકારનો નિર્ણય આવકારદાયક છે. પાણીની સમસ્યાને લઇ રાજ્ય સરકારનો નિર્ણય લેવાયો છે.

દરિયાઇ પાણીને મીઠુ બનાવતો પ્લાન્ટ તૈયાર કરાશે. આગામી માસમાં પ્લાન્ટનું ખાતમૂર્હત કરાશે. પીએમ મોદીને પ્લાન્ટના ખાતમૂર્હત માટે આમંત્રણ અપાશે. તેવી રાજકોટના સીએમ રૂપાણીએ જાહેરાત કરી છે.Recent Story

Popular Story