બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat government ration card cottonseed oil
Divyesh
Last Updated: 12:40 PM, 3 August 2020
ADVERTISEMENT
ગુજરાતમાં વકરતા કોરોના વાયરસની મહામારીના પગલે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેશનકાર્ડ ધારકોને સરકાર 1 લીટર કપાસિય તેલ મફતમાં આપશે.
રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ અંગે તેલની ખરીદી પણ કરવામાં આવી છે. અન્ન નાગરિકપુરવઠા વિભાગે 36 લાખ પાઉચ તેલની ખરીદી કરી છે.
ADVERTISEMENT
રાજ્યમાં તેલની ખરીદી કરેલો જથ્થો અન્ન નાગરિક પુરવઠાના ગોડાઉનમાં પહોંચાડવામાં આવ્યો છે. જેને લઇને આગામી દિવસોમાં તેલનું વિતરણ કરાશે.
રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કહેર વચ્ચે રેશકાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારદ્વારા 36 લાખ પરિવારોને આ તેલનો જથ્થો પહોંચાડવામાં આવશે. આગામી દિવસોમાં આ જથ્થો એક અઠવાડિયામાં તમામ જથ્થો પહોંચાડવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.