Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ગીર અભ્યારણમાં સિંહોના અકાળે મોત મામલે હાઇકોર્ટમાં સરકારે રજૂ કર્યો જવાબ

ગીર અભ્યારણમાં સિંહોના અકાળે મોત મામલે હાઇકોર્ટમાં સરકારે રજૂ કર્યો જવાબ
ગીર અભ્યારણમાં સિંહોના અકાળે મોતનો મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. આ દરમિયાન રેલવે વિભાગ અને રાજ્ય સરકાર તરફથી જવાબ રજુ કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન કોર્ટના નિર્દેશ પ્રમાણે કામગીરી થઇ રહી હોવાની રજૂઆત કરાઇ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતું કે ગીર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલી રેન્જમાં કોઈ પ્રકારનો વાઈરસ ન ફેલાય તેના માટે નિષ્ણાંતોની આગેવાનીમાં તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. 

ઇલેક્ટ્રિક ફેન્સીંગથી થતા સિંહોના મોત અટકાવવા સરકાર યોગ્ય પગલાં લેવાયા છે. ખુલ્લા કુવામાં પડી જવાથી થતા સિંહોના મોતને અટકાવવા આવા ભયજનક કુવા પર માર્ક લગાડવામાં આવ્યા છે. માર્કવાળા ખુલ્લા કુવા પર પેરાપેટ વોલ બનાવવામાં આવશે. જેની કામગીરીને લઈને બન્ને પક્ષો તરફથી સુનાવણી મંગળવારે હાથ ધરાશે.

મહત્વનુ છે કે આ પહેલા હાઈકોર્ટેમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે અંદાજે 30થી 40 પેજનો જવાબ રજૂ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારનો જવાબ વાચવા માટે અરજદારના વકીલે સમય માગ્યો હતો. જેના કારણે આજે સુનાવણી હાથ ધરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગીર અભ્યારણ્યમાં થયેલા સિંહોના મોત બાદ તંત્ર દોડતુ થયુ હતું. સિંહોના મોત પાછળના કારણ જાણવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવી હતી.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ