બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રેશન કાર્ડ ધારકોને ધક્કા ખાવાના દહાડા ગયા, ગુજરાત સરકારે લીધો સૌથી મોટો નિર્ણય, થશે ફાયદો
Last Updated: 01:12 PM, 3 September 2024
ગાંધીનગર: રાશન વિતરકોની લાલિયાવાડી રોકવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણયથી ગુજરાતના 73 લાખ NFSA કાર્ડ ધારકોને ફાયદો થશે. હવેથી રાશન વિતરકો પોતાની દુકાન બંધ રાખી શકશે નહીં. તેઓએ પોતાની ગેરહાજરીમાં કોઈને ચાર્જ સોંપવો પડશે અને ચાર્જ કોને સોંપ્યો તેની પણ જાણ કરવાની રહેશે. સસ્તા અનાજની દુકાનો છાશવારે બંધ હોવાથી લોકોને પડતી હાલાકીને લઈને નિર્ણય લેવાયો છે.
ADVERTISEMENT
પોતાની ગેરહાજરીમાં બીજાને સોંપવો પડશે ચાર્જ
ADVERTISEMENT
હવે રાજ્યમાં રાશન વિતરકોની લાલિયાવાડી નહીં ચાલે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે હવે રાશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં. જો તેઓએ કોઈ પણ કારણોસર દુકાન બંધ રાખવી પડે છે તો તેમણે પોતાની ગેરહાજરીમાં કોઈ અન્ય વ્યક્તિને ચાર્જ સોંપીને જવું પડશે. દુકાનો ખુલ્લી જ રાખવી પડશે. ગમે ત્યારે દુકાનો બંધ રાખી શકાશે નહીં. સાથે જ તેઓએ પોતાની ગેરહાજરીમાં દુકાનનો ચાર્જ કોને આપ્યો છે એ વાતની જાન પણ કરવી પડશે. આ નિર્ણય ગુજરાતના 73 લાખ NFSA કાર્ડ ધારકો માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ખમૈયા કરો..નવસારીમાં જળભરાવથી જનજીવન ઠપ્પ, 10 તસવીરોમાં મેઘકહેરનો ચિતાર
રાશન વિતરકો સામેની વધતી ફરિયાદો બાદ નિર્ણય
ઘણા ગ્રાહકોની એવી ફરિયાદો હતી કે સસ્તાં અનાજની દુકાનો અવારનવાર બંધ રહે છે. રાશન કાર્ડ ધારકોએ અવારનવાર રાશન માટે દુકાનોએ ધક્કા ખાવા પડે છે. ત્યારે આવી ફરિયાદો મળતા સરકારનો આદેશ છે કે હવે સસ્તા અનાજની દુકાનો બંધ રાખવામાં આવશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.