Gujarat government on the issue of financial assistance to the family of corona death
સહાય /
કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારને આર્થિક સહાય મુદ્દે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
Team VTV09:59 AM, 21 Nov 21
| Updated: 10:00 AM, 21 Nov 21
કોરોનાથી મૃત્યુ પામનારને આર્થિક સહાય મુદ્દે નવો ઠરાવ ગુજરાત સરકારે કર્યો છે, જેમાં રાહતના કાર્યમાં સંકળાયેલા હોય તેવા લોકોને પણ સહાયનો લાભ મળશે
મૃતક દર્દીના વારસદારોને સહાયનો નવો નિર્ણય
કોરોનાથી મૃત્યુ પામનારને આર્થિક સહાયનો મામલો
રાહત કાર્યમાં સંકળાયેલા માટે પણ સહાયની જાહેરાત
કોરોનાથી મૃત્યુ પામનારને આર્થિક સહાય મુદ્દે નવો ઠરાવ ગુજરાત સરકારે કર્યો છે, જેમાં રાહતના કાર્યમાં સંકળાયેલા હોય તેવા લોકોને પણ સહાયનો લાભ મળશે, સુપ્રીમ કોર્ટના તેડા બાદ ગુજરાત સરકારે મહત્વનું નિર્દેશ કર્યો હતો જે બાદ મહેસુલ વીભાગ દ્વારા નવા ઠરાવ સાથેનું અરજી ફોર્મ પણ જાહેર કરવામાં આવ્યું છે,
મૃતક દર્દીના વારસદારોને સહાયનો નવો નિર્ણય
ઉલ્લેખનિય છે કે આ નવા ઠરાવને કારણે કોરોનામાં મૃતક દર્દીઓના વારસદારોને થોડા ઘણા અંશે મદદ મળશે, મહત્વનું છે કે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરશે જેમાં સુપ્રીમ કોર્ટે મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવને પણ હાજર રહેવાના નિર્દેશ કર્યા છે.કોરોના મૃતકોના પરિજનોને સહાય આપવાને લઈ મહેસુલ વિભાગે નવા ઠરાવ બાદ નવો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં જિલ્લા ક્લેક્ટરને જવાબદારી સપોંઈ છે, અરજી મળ્યાના 30 દિવસમાં પ્રક્રિયા પુર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે જ્યારે સહાયની કામગીરી માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે કલેક્ટરને અધિકૃત કરવામાં આવ્યા છે.
રાહત કાર્યમાં સંકળાયેલા માટે પણ સહાયની જાહેરાત
મહત્વનું છે જે ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે તેમાં કોવિડ પોઝિટીવ આવ્યાની તારીખ તેમજ મૃત્યુની તારીખની માહિતી આપવાની રહેશે તેમજ જરૂરી દસ્તાવેજો પણ જોડવાના રહેશે. જે બાદ અરજી મળ્યાના 30દિવસમાં સહાયની રકમ ચુકવવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે જો કે ફોર્મમાં મૃત્યુનું કારણ કોરોના હોવું જોઈએ મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહેસુલ વિભાગે આ નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો.