Gujarat government not allow night wedding Ahmedabad, Surat, Vadodara, Rajkot
વિઘ્ન /
ગુજરાતમાં કોરોના સંકટ વધતાં લગ્નપ્રસંગોને લઈને રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય, ખાસ જાણી લેજો
Team VTV07:28 PM, 21 Nov 20
| Updated: 07:37 PM, 21 Nov 20
અમદાવાદમાં આજથી સોમવાર સવારે 6 વાગ્યા સુધીનું કરફ્યુ ચાલી રહ્યું છે. તો રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યું છે. ત્યારે લોકોને સતત એ વાતની ચિંતા સતાવતી હતી કે, આખરે આ કર્ફ્યૂમાં રાત્રિ અને દિવસના લગ્નને મંજૂરી મળશે કે નહીં. ત્યારે આ અંગે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. મહત્વનું છે કે, અમદાવાદ સહિત અનેક મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુના કારણે લગ્નપ્રસંગો અટકી પડ્યા છે.
સરકારના આગામી આદેશ સુધી રાત્રિ લગ્નની મંજૂરી નહિ મળે
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ખાતે મંજૂરી નહીં આપવાનો નિર્ણય
આગોતરા આયોજીત લગ્ન રાત્રી કર્ફ્યુ શરૂ થતાં પહેલાં પૂરા કરવા પડશે
પોલીસ મંજૂરી આધિન લગ્ન પ્રસંગ યોજી શકાશે
લગ્નગાળાના સમયમાં હાલ લગ્નની તૈયારી ચાલી રહી છે. ત્યારે કોરોના સંક્રમણ વધતા સરકારે વધુ એક નિર્ણય લીધો છે. ત્યારે હવે સરકારના આગામી આદેશ સુધી 4 મોટા નગરોમાં રાત્રિ લગ્નને મંજૂરી નહીં મળે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં મંજૂરી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગોતરા આયોજીત લગ્ન રાત્રિ કરફ્યુ શરૂ થતા પહેલા પૂરા કરવા પડશે. દિવસના લગ્ન પ્રસંગ પણ પોલીસની મંજૂરીને રહેશે.
લગ્નપ્રસંગમાં મંજૂરી માટે 200 લોકોનું લિસ્ટ પોલીસ સમક્ષ રજૂ કરવું પડશે
દિવસના લગ્ન માટે સરકારના આદેશનું પાલન કરવું પડશે. દિવસના લગ્ન માટે સ્થાનિક પોલીસની લેવી મંજૂરી પડશે. કેન્દ્ર-રાજ્ય સરકારની ગાઈડલાઈન આધારે મંજૂરી લેવી પડશે. લગ્નપ્રસંગમાં માત્ર 200 લોકોને હાજર રહેવાની મંજૂરી મળશે. મંજૂરી માટે 200 લોકોનું લિસ્ટ પોલીસ સમક્ષ રજૂ કરવું પડશે.
મહત્વનું છે કે, અગાઉ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. રાત્રિ લગ્ન પર પ્રતિબંધ રહેશે.