Team VTV09:59 AM, 24 Nov 20
| Updated: 10:02 AM, 24 Nov 20
ગુજરાતના વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી બેન દવે કોરોના સંક્રમિથ થયા છે. આ અંગે વિભાવરીબેન દવેએ ટ્વિટ કરી માહિતી આપી. હાલમાં તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.
રાજ્યકક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવેને કોરોના
વિભાવરી બેન દવેને થયો કોરોના
વિભાવરી બેન યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ
સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા કરી અપીલ
પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત થયા છે. હાલમાં તેઓને સારવાર માટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. ત્યારે વિભાવરી બેન દવેએ સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
આજ રોજ મારો કોવિડ (કોરોના) ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય, જેથી મારા સંપર્કમાં આવેલ તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા અને પોતે સ્વસ્થ છે તેની ખાત્રી કરાવી લેવા અનુરોધ કરું છું.
આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદ થી હાલ મારી તબિયત સ્વસ્થ છે.