ગુજરાત સરકારે પોકેટ કોપ અને મોબાઇલ App કરી લોન્ચ, કાયદો-વ્યવસ્થા બનશે સઘન

By : hiren joshi 05:39 PM, 16 April 2018 | Updated : 05:39 PM, 16 April 2018
ગાંધીનગરઃ આજે પાટનગર ખાતે પોકેટ કોપ અને મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. જે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુંભાવોની ઉપસ્થિતિમાં આ એપ લોન્ચ કરાઇ છે. આ એપ કાયદો-વ્યવસ્થાને સઘન બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. પોકેટ કોપ દ્વારા પાસપોર્ટ વેરિફિકેશન કરી શકાશે. તહોમતદાર સર્ચ, વાહન સર્ચ તથા મિસિંગ સર્ચ કરી શકાશે.

જેને લઇ ગૃહ રાજ્યમંત્રીએ એપ લોન્ચને લઇને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ઇ-ગુજકોપમાં ટેક્નોલોજીથી ક્રાઇમ ઘટાડી શકાય છે. 33 જિલ્લા અને 6 યાત્રાધામો પર પર CCTV લાગાવાશે. પોલીસ ઘરે જઇ પાસપોર્ટ વેરિફિકેશન જેવા કામો કરશે. ચાલુ વર્ષે 5,500 નવી પોલીસ ભરતી થશે. પોલીસને પોકેટ કોપ નામનું નવું વેપન મળ્યું છે. ગુજરાતમાં કોઇ ગુનેગાર છટકી નહીં શકે.

સીએમ રૂપાણીએ પણ આ એપ, CCTV અને ઇ-મેમોને લઇ નિવેદન આપ્યું હતું. આગામી 3 મહિનામાં CCTV નેટવર્ક ઉભા થઇ જશે. 2 દિવસમાં 4.75 લાખના 1600 ઇ-મેમો અપાયા છે. AK-47 કરતાં મોટું શસ્ત્ર પોલીસના હાથમાં આવ્યું છે.Recent Story

Popular Story