Gujarat government Jitu vaghani statement on Chickpeas support price
ગુજરાત /
29 મે સુધી ચણાની ટેકાના ભાવે થશે ખરીદીઃ કેબિનેટ બેઠક બાદ જીતુ વાઘાણીનું નિવેદન
Team VTV04:27 PM, 18 May 22
| Updated: 04:45 PM, 18 May 22
રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આજ રોજ મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા અને નિર્ણયો અંગે માહિતી આપી હતી.
29 મે સુધી ચણાની ખરીદી શરૂ રહેશેઃ જીતુ વાઘાણી
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંગે CMએ લીધો નિર્ણયઃ વાઘાણી
હળવદ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો માટે CMએ 4-4 લાખ અને PMએ 2-2 લાખની સહાય જાહેર કરી: વાઘાણી
મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી 12 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને કેબિનેટ બેઠક છોડીને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવદ જવા રવાના થયા છે. તેમણે આજે પોતાના તમામ કાર્યક્રમ રદ્દ કરી દીધા છે. ત્યારે આજ રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
ટેકાના ભાવે ચણા ખરીદી
ટેકાના ભાવે ચણાની ખરીદી મુદ્દે જીતુ વાઘાણીએ કહ્યું કે, 29 મે સુધી ખરીદી શરૂ રહેશે. 3.35 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કર્યું છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના સહયોગથી રેકોર્ડબ્રેક ખરીદી કરી છે. રૂ. 1481 કરોડ ચૂકવી આપવામાં આવ્યા છે. ખેડૂતોને મણના 1260 ચણાની ખરીદીમાં મળ્યા છે.
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના
બજેટમાં જોગવાઈ થઈ હતી કે, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના. કેબિનેટમાં ચર્ચા બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે. 4 લાખ 42 હજાર પશુઓનું નિભાવ કરતી ગૌશાળાઓ અને પાંજરાપોળને આનો લાભ મળશે. 500 કરોડની મહત્વાકાંક્ષી યોજના સૌપ્રથમ રાજ્ય સરકારે ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શને મૂકી છે. પશુ દીઠ 30 રૂપિયા આપવાનો મુખ્યમંત્રીએ લીધો છે. 1-4 થી મદદ મળી રહેવાની છે.
હળવદની દિવાલ ધરાશાઈ દુર્ઘટના
હળવદમાં દિવાલ ધરાશાઈ થતા 12 લોકોના મોત થયા છે ત્યારે આ દુર્ઘટનાને લઇ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીએ 4-4 લાખ અને PMએ 2-2 લાખની મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી છે. તો ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ સરકાર આપશે. મુખ્યમંત્રી મોરબી જવા રવાના થયા છે. સેવા સેતુના 8મા તબક્કાનો બીજો રાઉન્ડ પુરો થયો છે. 4 લાખ 57 હજાર અરજીઓ મળી હતી. સુજલામ સુફલામ યોજનાનું 84 ટકા કામ પૂર્ણ થયું. 617.44 કરોડ જેટલો ખર્ચ થયો છે. 1809 કામ પૂર્ણ થયા છે.