રાજ્યમાં વરસાદની ઘટથી સરકાર ચિંતામાં, અછતગ્રસ્ત તાલુકાઓમાં વધારો કરવા મુદ્દે ચર્ચા

By : hiren joshi 07:04 PM, 12 October 2018 | Updated : 07:04 PM, 12 October 2018
ગાંધીનગર: રાજ્યમાં વરસાદની ઘટથી સરકાર ચિંતામાં છે. અછતગ્રસ્ત કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ ભાગ લીધો છે. અછતગ્રસ્ત તાલુકાઓમાં વધારો કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં મહેસુલ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 

નવા માપદંડો મુજબ અછતગ્રસ્ત તાલુકાઓમાં વધારો કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. નવા માપદંડોના અભ્યાસ માટે પાડોશી રાજ્યોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. રાહત કમિશ્નરે રાજસ્થાન અને મહારાષ્ટ્રની મુલાકાત કરી છે. 

125 મીમીથી ઓછા વરસાદવાળા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. નવા માપદંડમાં વરસાદ ઉપરાંત અન્ય 6 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાહત કમિશ્નરના રિપોર્ટ બાદ સરકાર નિર્ણય લેશે.Recent Story

Popular Story