List /
કોરોનાકાળમાં ગુજરાત સરકારે જાહેર કરી 2021ના વર્ષની સરકારી રજાઓની યાદી
Team VTV02:49 PM, 02 Nov 20
| Updated: 03:09 PM, 02 Nov 20
ગુજરાતમાં હાલ કોરોનાકાળ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા 2021ની સરકારી રજાઓ અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં 22 જાહેર રજા જ્યારે 44 મરજિયાત રજાનો સમાવેશ છે. જો કે આ રજાઓમાં રવિવારે આવતી રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે શનિવારે આવતી રજાઓને સામેલ કરવામાં આવી છે.
સરકાર દ્વારા 2021ની સરકારી રજા જાહેર કરાઇ
કોરોના કાળમાં રાજ્ય સરકાર દ્વારા 2021ની સરકારી રજા જાહેર કરાઇ છે. જેમાં 22 જાહેર રજા તેમજ 44 મરજિયાત રજા છે. આ યાદીમાં જે જાહેર રજાઓ રવિવારે આવતી હતી તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
તેની સાથે મરજિયાત રજાઓમાં 8 રજા રવિવારે આવતી હોવાથી રજાનો દિવસ જાહેર કરાયો નથી. જેમાં રવિવારે મહાવીર જન્મજયંતી, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતી છે.
આગામી 2021ના વર્ષમાં બેંકોમાં કુલ 16 રજા જાહેર કરાઇ છે, જેમાં 5 રજા રવિવારે આવતી હોવાથી તેનો જાહેર રજા તરીકે સમાવેશ કરાયો નથી.
આ સાથે રાજ્ય સરકારે 44 મરજિયાત રજાઓ અંગેની પણ જાહેરાત કરી છે. જેમાં 8માં રવિવારે રજા આવતી હોવાથી તેને મરજિયાત તરીકે જાહેર કરાઇ નથી. જો કે સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી પ્રમાણે ધાર્મિક બાધ વિના વધુમાં વધુ બે મરજિયાત રજાઓ ભોગવી શકશે, જેને લઇને અગાઉ લેખિત અરજી આપવાની રહેશે.