ગુજરાત સરકાર નર્મદા ડેમ 138ની સપાટી પાર કરશે તો ઉત્સવ મનાવશે. 70 વર્ષ બાદ આ અવસર ગુજરાતને આંગણે આવત રાજ્ય સરકારે ખાસ કમિટી બનાવીને ઉજવણીની તૈયારીઓ કરી.
નર્મજા ડેમમાં ગુજરાતને 2 વર્ષ ચાલે તેટલુ પાણી સંગ્રહાયુ
ચાર મંત્રીઓની કમિટી બનાવીને આ અવસર ઉજવશે ગુજરાત સરકાર
ડેમની 138ની જળ સપાટી ઐતિહાસીક બની રહેશે
રાજ્યમાં જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહી હતી તે ઘડી હવે આજના દિવસમાં આવી પહોંચી સમજો. 70 વર્ષ બાદ નર્મદા ડેમ છલકાવા જઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર આ ઐતિહાસિક ક્ષણની ઉજાણી માટેની તક ઝડપી લેવા માંગે છે. આમ તો પીએમ મોદીના જન્મદિવસે રાજ્ય સરકાર આ ઉજવણી કરવા માંગતી હતી પણ ઉપરવાસમાંથી જે રીતે પાણીની ધૂમ આવક થઈ રહી છે તે જોતા આજે જ આ અવસર આવશે તેવું લાગી રહ્યું છે.
ડેમમાં 93 ટકા ઉપર પાણી
સીએમ હાઉસમાં આ કાર્યક્રમને આખરી ઓપ આપવા બેઠક પણ યોજાઇ હતી. ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસે જ નર્મદાડેમની ઓવરફેલોથી ખુશખબર ભેટરુપે આપશે. નર્મદા ડેમમાં અત્યાર સુધીમાં 93 ટકા ઉપર પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. ડેમની જળસપાટી ઐતિહાસિક 137.20 મિટરે પહોંચી ગઇ છે. નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા સહિતના અિધકારીઓએ કેવડિયા કોલોનીમાં ધામા નાંખ્યા છે.
કોણ છે ચાર મંત્રીઓની કમિટીમાં
રાજ્ય સરકાર આ ઐતિહાસીક ક્ષણની ભવ્ય રીતે ઉજવણી કરવા તૈયારી કરી રહી છે. પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં ય આ મુદ્દો ચર્ચાયો હતો. મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતભરમાં આ કાર્યક્રમની ઉજવણી કરવા ચાર મંત્રીઓની એક સમિતીની રચના પણ કરી છે.
1. આર.સી.ફળદુ,
2. બચુભાઈ ખાબડ
3. કુંવરજી બાવળિયા,
4. પ્રદીપસિંહ જાડેજાનો કમિટીમાં સમાવેશ
જળસંચય કાર્યક્રમ સફળ
ગુજરાત સરકારના જળસંચય કાર્યક્રમને સફળ પ્રતિસાદ મળ્યો છે.તેના સારા પરિણામો આવ્યાં છે ત્યારે હવે નર્મદા ડેમ પણ છલકાવવા જઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પાણીની રાહત થઇ છે. બે વર્ષ સુધી પાણીનો પ્રશ્ન નહી રહે ત્યારે ભાજપ સરકાર આ ઘડીની ભવ્ય ઉજવણી કરવા જોરશોરથી તૈયારી કરી રહી છે.