બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / હવેથી પશુપાલન માટે સરકાર આપશે લાખો રૂપિયા, યોજનાનો લાભ મેળવવા આ રીતે કરો અપ્લાય

આનંદો! / હવેથી પશુપાલન માટે સરકાર આપશે લાખો રૂપિયા, યોજનાનો લાભ મેળવવા આ રીતે કરો અપ્લાય

Last Updated: 12:53 PM, 22 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશુપાલનનાં વ્યવયાસ સાથે સંકળાયેલા લોકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે આવો જાણીએ પશુ પાલકો માટે સરકાર દ્વારા અમલ કરેલ પશુ પાલન લોન યોજનામાં તમે કેવી રીતે અરજી કરી શકશો.

ગુજરાતમાં મુખ્યત્વે પશુપાલનનો વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતો તેમજ પશુપાલકો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. ત્યારે આ યોજનાઓ દ્વારા સરકાર ખેડૂતો તેમજ પશુપાલકોને આર્થિક સહાય આપી તેમને બને તેટલી મદદ કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પશુ લાવવા માટે આર્થિક મદદ મળી રહે તે માટે પશુપાલન યોજના અમલમાં મૂકી છે. ત્યારે આવો જાણીએ આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકશો. તેમજ આ યોજનાથી તમને શું શું લાભ થશે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. ખેડૂતો પોતાનાં ઘરે તબેલો બનાવવા માટે સરકાર દ્વારા રૂપિયા 12 લાખ સુધીની સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે. પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ યોજના થકી તેઓનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વધુમાં વધુ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકશે.

ઓનલાઈન અરજી કેવી રીતે થશો?

રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોનાં વ્યવસાયને વેગ મળે તેમજ પશુપાલકોનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્યથી પશુપાલન યોજનાં 2024 શરૂ કરી હતી. ખેડૂત આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે https://ikhedut.gujarat.gov.in/ અરજી કરી શકે છે.

યોજના માટે ક્યાં ક્યાં આધાર પુરાવા જોઈશે

ખેડૂતો પશુપાલન યોજના 2024 નો લાભ લેવા માટે અરજી કરતી વખતે જરૂરૂ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનાં રહેશે. જેમાં લાભાર્થીનું આધારકાર્ડ, પાનકાર્ડ, જમીનનાં દસ્તાવેજ, તેમજ જે તે પશુની માલિકીનું પ્રમાણપત્ર અને લાભાર્થી નાગરિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અરજી કરતી વખતે અપલોડ કરવાનો રહેશે.

ઓફલાઈન આ યોજનાનો લાભ લેવા કેવી રીતે અરજી કરશો?

પશુપાલન લોન યોજનાં 2024 નો ઓફલાઈન લાભ લેવા તેમજ વધુ માહિતી મેળવવા માટે તમામ ડોક્યુમેન્ટ સાથે તમારા જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ જાઓ. ત્યાં ગયા બાદ જીલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરો. જે બાદ તમારી પાસે તબેલો છે કે નહી તેમજ કેટલા ઢોર છે. તેની માહિતી જણાવ્યા બાદ આપને આ યોજનાની વધુ જાણકારી મળશે. જે બાદ તમને આ યોજનાનું અરજી ફોર્મ આપવામાં આવશે. જે અરજી ફોર્મમાં માંગ્યા મુજબની માહિતી ભરો. તેમજ અરજી સાથે જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ જોડો. જે બાદ ફોર્મ ખેતીવાડી અધિકારીની કચેરીને આપો. જે બાદ તમારા તમામ દસ્તાવેજની ચકાસણી કર્યા બાદ તમારી અરજી મંજૂરી કરવાામાં આવશે અને થોડાક જ સમયમાં લોનની રકમ મંજૂર કરવામાં આવશે.

વધુ વાંચોઃ આગામી 4 દિવસ ગુજરાત માટે 'અતિ ભારે', આ જિલ્લાઓમાં 10 વાગ્યા સુધીમાં એલર્ટ જાહેર

આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

આ યોજનાનો લાભ માત્ર ગુજરાત રાજ્યમાં જ રહેતો વ્યક્તિ લઈ શકે છે. તેમજ અરજદાર પાસે તબેલા માટે જગ્યા છે કે નહી તેમજ 10 કરતા વધુ પશુ ધરાવતો વ્યક્તિ જ અરજી કરી શકે છ. તેમજ આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકો પાસે ફરજીયાત તેઓનો તબેલો હોવો ફરજીયાત છે. તેમજ જે ખેડૂત કે પશુ પાલક પાસે પશુઓને રાખવા માટે તબેલો નહી હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

farmers Animal husbandry loan scheme Gujarat government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ