અગાઉ સરકારે જાહેર કરેલા ભથ્થા પર એફિડેવિટનો નિર્ણય કર્યો હતો, જે નવા ઠરાવમાં રદ્દ કરી દેવામાં આવ્યો છે.
રાજ્યના પોલીસકર્મીઓ માટે સરકારનો નિર્ણય
પોલીસકર્મીઓએ હવે નહી આપવુ પડે એફિડેવિટ
વિવાદ બાદ સરકારે સત્તાવાર રીતે નવો ઠરાવ કર્યો જાહેર
ગુજરાતના પોલીસકર્મીઓના પગાર વધારો 1 ઓગસ્ટથી લાગુ કરી દેવાયો છે. જે માટે ગુજરાત સરકારે જીઆર પણ બહાર પાડી દીધો છે.નવું પગાર ભથ્થા માટે નાણાં વિભાગના નિયમ મુજબ એફિડેવિટ કરાવવાનું હતું. પણ પોલીસકર્મીઓએ જીઆરમાં એફિડેવિટ કરાવવાના નિર્ણયનો સોશિયલ મીડિયા થકી વિરોધ કર્યો હતો. જે બાદ મીડિયામાં મામલો આવતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સી આર પાટિલે પણ એફિડેવિટ ફરજિયાતના નિર્ણય પર વિચારવાની વાત કહી હતી.
નવો ઠરાવ સરકારે જાહેર કર્યો
ત્યારે જીઆરમાં એફિડેવિટનો ઘણા પોલીસકર્મીઓ વિરોધ કરી રહ્યા હતા. જેથી રાજ્યના પોલીસકર્મીઓ માટે સરકારે મોટો નિર્ણય કરતાં એફિડેવિટ નહીં આપવું પડે તેવી જાહેરાત કરી છે.અગાઉ સરકારે જાહેર કરેલા ભથ્થા પર એફિડેવિટનો નિર્ણય કર્યો હતો. વિવાદ બાદ સરકારે સત્તાવાર રીતે નવો ઠરાવ જાહેર કર્યો છે.
નવો ઠરાવ
LRDના પગારમાં રૂ.3500 રૂપિયાનો વધારો
પોલીસ કોન્સ્ટેબલના પગારમાં રૂ.4000નો વધારો
હેડ કોન્સ્ટેબલના પગારમાં રૂ.4500નો વધારો
ASIના પગારમાં રૂ.5000નો વધારો
વાર્ષિક 550 કરોડના ભંડોળને મંજૂરી મળી હતી
મહત્વનું છે કે રાજ્ય સરકારની પોલીસ વિભાગને 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મોટી ભેટ આપવામાં આવી હતી. પોલીસ વિભાગના કર્મચારીઑ માટે પગાર વધારો મંજૂર કરતાં 550 કરોડના ભંડોળને મંજૂરી આપવામાં આવી હતી. જેનો લાગુ કરવાનો પરિપત્ર ન થતાં પોલીસકર્મીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. પણ આજે મોડી સાંજે નવા પગાર વધારાને લાગુ કરવાનો જીઆર બહાર પાડી દેવામાં આવ્યો છે. જેથી હવે પોલીસકર્મચારીઓનો ચાલુ માસથી જ પગાર વધારાનો લાભ આપી દેવાયો છે.