રાજ્ય સરકારનો નિર્ણય, પોરબંદરની સુરક્ષાને ધ્યાને લઇને લગાવાશે 200 CCTV કેમેરા

By : hiren joshi 04:25 PM, 13 September 2018 | Updated : 04:25 PM, 13 September 2018
પોરબંદરઃ રાજ્ય સરકારે પોરબંદરની સુરક્ષાને ધ્યાનમાં લઈ મહત્વનો નિર્ણય લીધો છે. S.A.S ગુજરાત યોજના હેઠળ શહેરમાં 200 CCTV કેમેરા લગાવવામાં આવશે. 200માંથી હાઈ-ડેફિનેશવાળા 46 કેમેરા લગાવવામાં આવશે. 6 મહિનામાં CCTV કેમેરાનો પ્રોજેક્ટ તૈયાર થશે. 1600 કિલોમીટર લાંબા સમુદ્ર કિનારાની સુરક્ષામાં પણ વધારો થશે. રાજ્ય સરકારના નિર્ણયથી લૂંટ ગુનાખોરીનું પ્રમાણ ઘટશે. સમુદ્રી વિસ્તાર, હાઈવેને જોડતા માર્ગો પર પણ CCTV લગાવાશે.

પોરબંદરના દરિયા કિનારાની જેમ શહેરમાં પણ હવે સઘન સુરક્ષા રખાશે. શહેરમાં ગુનાઓનું પ્રમાણ ઘટે, લૂંટ, ચોરી, હત્યા વગેરે જેવી અસામાજિક ઘટનાઓ ન સર્જાય તેના ભાગરૂપે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પોરબંદરમાં 200થી વધુ CCTV કેમેરા લગાવાશે. જેમાં 46 જેટલા કેમેરા હાઇ-ડેફિનેશનવાળા હશે. આ સમગ્ર પ્રોજેટ્ક 6 મહિનામાં પૂર્ણ થઇ જશે. Recent Story

Popular Story