મહત્વની જાહેરાત / રૂપાણી સરકારની વિદ્યાર્થીઓ, ખેડૂતો, કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની મોટી ભેટ

Gujarat government big announcement employees pensioners Medical students

આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક બાદ મેડિકલ વિદ્યાર્થીઓ, ખેડૂતો, કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આજે ગુજરાત સરકારે મહત્વની જાહેરાતો કરી છે. ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરાયો છે. ભારત સરકારના સહયોગથી મેડિકલ કોલેજ શરૂ કરાશે, ગોધરા, વેરાવળ, ખંભાળીયા, બોટાદ, મોરબીમાં મેડિકલ કોલેજ બનશે. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાતો કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ