બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / GUJARAT GOVERNMENT APPOINTS MINISTERS AS INCHARGE OF DIFFERENT STATES IN Cyclone Tauktae

તૈયારીઓ / વાવાઝોડા સામે ગુજરાત સરકારના 'મંત્રીઓ મેદાનમાં', જાણો કયા મંત્રીને કયા જિલ્લાની જવાબદારી સોંપાઈ

Parth

Last Updated: 09:03 AM, 16 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સંભવિત વાવાઝોડાના ખતરાને જોતાં સરકાર એક્શનમાં આવી છે અને રાજ્યના મંત્રીઓને જુદા જુદા જિલ્લાઓ સોંપી દેવામાં આવ્યા છે.

 • સમુદ્રમાં વધુ મજબૂત બની ગયું છે વાવાઝોડું 
 • રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં અલર્ટ, અધિકારીઓ ખડેપગે, NDRF-SDRF જમીન પર ઉતરી 
 • રાજ્ય સરકારના મંત્રીઓને સોંપાઈ જવાબદારીઑ 

વાવાઝોડાને લઈને મોટા સમાચાર 

તૌકતે વાવાઝોડાને લઈને ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યોમાં ટેન્શન વધ્યું છે ત્યારે અરબ સાગરમાં આ ચક્રવાત વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ચક્રવાત હવે સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં ફેરવાયું છે અને હાલમાં વાવાઝોડું  પણજી-ગોવાથી 200 કિલોમીટર જેટલું દૂર છે તથા વેરાવળથી 700 કિમી દૂર છે. જૉ આ જ દિશા રહી તો વાવાઝોડું સીધું જ પોરબંદરને ટકરાશે અને જૉ દિશા બદલાય તો વાવાઝોડું અન્ય દિશામાં ફંટાઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું 18મી મેના રોજ ગુજરાતને ટકરાઇ શકે છે. 

મંત્રીઓને સોંપાઈ જવાબદારીઓ : 

રાજ્ય પર કોરોના વાયરસના કહેર વચ્ચે આવેલી આ આફતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે મંત્રીઓને જુદી જુદી જવાબદારીઑ સોંપી દીધી છે જેમાં જુદા જુદા જિલ્લાઓના મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી આપવામાં આવી છે. 

કયા મંત્રી કયો જિલ્લો સોંપાયો?

 1. ભુપેન્દ્રસિંહ ચુડાસમા-ગીરસોમનાથ
 2. જયેશભાઇ રાદડિયા-પોરબંદર
 3. જવાહરભાઇ ચાવડા-જૂનાગઢ
 4. દિલીપકુમાર ઠાકોર અને વાસણભાઇ આહિર-કચ્છ
 5. ધર્મેન્દ્રસિંહ જાડેજા-દેવભૂમિ દ્વારકા
 6. કુંવરજીભાઇ બાવળીયા-અમરેલી 
 7. સૌરભભાઇ પટેલ-રાજકોટ
 8. યોગેશભાઇ પટેલ-મોરબી
 9. આર. સી. ફળદુ-જામનગર
 10. કુમારભાઇ કાનાણી-સુરત
 11. રમણભાઇ પાટકર-વલસાડ
 12. ઇશ્વરભાઇ પરમાર-નવસારી
 13. ઇશ્વરસિંહ પટેલને-ભરૂચ

તંત્રની તૈયારીઓ : 

 • અમરેલીના જાફરાબાદમાં SDRF તથા NDRFની ટુકડીઓ પહોંચી ગઈ છે 
 • વલસાડમાં તિથલ દરિયાકિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, NDRFની ટીમ પહોંચી તથા વાતાવરણમાં પલટો
 • સુરતમાં સંભવિત અસરને પગલે  29 ગામોને કરાયા એલર્ટ
 • જામનગરના બંદરો ઉપર 2 નંબરનું સિગ્નલ તથા 22 ગામડાઓ અલર્ટ ઉપર મુકાયા
 • પોરબંદર : માધવપુરથી મિયાણી સુધીના 30 ગામ હાઈઅલર્ટ પર, લોકોને સલામત સ્થળે ખસેડવા તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ
 • રાજકોટમાં હવામાન બગડે તો ફલાઈટ સુરત ડાયવર્ટ કરવાની સંભાવના, સુરત એરપોર્ટ ઉપર અલર્ટ
 • અમદાવાદમાં વહેલી સવારે પડ્યો સામાન્ય વરસાદ, આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના
 • જૂનાગઢ, ગીર સોમનાથ માટે NDRFની 2 ટીમ ફાળવાઈ, જિલ્લાના 47 ગામ હાઈઅલર્ટ ઉપર
 • પંજાબ-ઓરિસ્સાથી 15 ટીમો એરફોર્સના વિમાનમાં પહોંચી વડોદરા, ટીમોને દ.ગુજરાત-સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોકલાઇ
 • રાજકોટમાં તલાટી મંત્રીને ફરજ પરનું સ્થળ ન છોડવા આદેશ, તાલુકા વિકાસ અધિકારીને પણ હેડ ક્વાર્ટર ન છોડવા તાકીદ

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Tauktae Live Cyclone Tauktae news in gujarati tauktae cyclone tauktae cyclone news gujarati તૌકતે tauktae Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ