મહામંથન / સરકારની ખેડૂતોને સહાયથી કેટલો ફાયદો ?

ગુજરાત સરકારે કમોસમી વરસાદથી જે ખેડૂતો અસરગ્રસ્ત બન્યા તેના માટે કુલ 700 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે.. સરકારની સહાય કાગળ ઉપર હંમેશા સારી જ લાગે છે પરંતુ એ સહાય જયારે યોગ્ય હકદાર ખેડૂત સુધી પહોંચે ત્યારે જ સાર્થક થયેલી ગણાય. તો હવે માત્ર જાહેરાત કરવા કરતા સરકાર નક્કર પગલા લે એ ઘણું જરૂરી છે. બીજી તરફ એવા પણ સમાચાર આવ્યા કે મગફળી ખરીદીના રૂપિયા મંડળી સુધી પહોંચ્યા નથી કારણ કે ઘણી મંડળી એવી નિકળી કે જેમણે બોગસ રસીદ બનાવી હતી.. તમામ ઘટનાક્રમમાં કોંગ્રેસ તો 100 ટકા વળતર મળે એ મુદ્દો લઈને જનવેદના સંમેલન કરી રહી છે.. હવે સવાલ એ છે કે ખેડૂતને શું મળે છે.. આ જ વિષય પર છે આજનું મહામંથન મારી સાથે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ