ગાંધીનગર / ઉત્તર ગુજરાતમાં તીડના કારણે પાકમાં થયેલા નુકસાનને લઇ સરકારે ખેડૂતોને સહાય કરવાનો કર્યો નિર્ણય

ઉત્તર ગુજરાતમાં તીડના કારણે પાકમાં થયેલા નુકસાનને લઇ સરકારે ખેડૂતોને સહાય કરવાનો નિર્ણય કર્યો છે. હાલ નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. કુલ 15 તાલુકાના 285 ગામમાં નુકસાન થયું છે. બનાસકાંઠાના 280 અને પાટણના 5 ગામમાં મોટું નુકસાન થયું છે. જેને લઇ પ્રતિહેક્ટર રૂ.18500ની સહાય આપવામાં આવશે. બનાસકાંઠાના બનાસકાંઠાના 24,472 હેક્ટરમાં નુકસાન થયું છે. જ્યારે પાટણ જિલ્લાના 5 ગામમાં 750 હેક્ટર નુકસાન થયું છે. ત્યારે કુલ 11 હજાર ખેડૂતોને સહાયનો લાભ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ