ટાટની પરીક્ષા પાસ ઉમેદવારો માટે રાહતના સમાચાર છે. સરકારે શિક્ષક સહાયકોની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અલગ - અલગ વિષયના 557 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. 18થી 27 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ લાયકાત ધરાવતા ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સરકારી સ્કૂલમાં ભરતી કરવામાં આવશે.
અરજી કરવા માટે સમય મર્યાદા
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અરજી કરવા માટે તા. 18 થી 27 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
કઇ જગ્યા પર થશે અરજી
ઉપર મુજબની તારીખોમાં વેબસાઇટ https://www.gserc.in/ પર મુકવામાં આવેલ સૂચના મુજબ કરી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલ ફી ઓનલાઇન તેમજ ઓફલાઇન ભરી શકશે. ઓનલાઇન ફી ભરવા ઇચ્છતા ઉમેદવારોએ તા.18થી 25 નવેમ્બરના સમયગાળામાં SBIની કોઇપણ બ્રાન્ચમાં ફી ચુકવણી કરવાની રહેશે. નિયત સમયમાં ફી ન ભરેલ ઉમેદવારોની અરજી સ્વીકારાશે નહીં. માત્ર અને માત્ર ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે.