બ્યુરોક્રસી / ગુજરાતના નવા ચીફ સેક્રેટરી પદના ત્રણ મુખ્ય દાવેદાર ગણાતા આ અધિકારીઓએ વધુ રાહ જોવી પડશે

Gujarat government anil mukim chief secretary extension 3 favorite officers

ગુજરાત સરકારે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ જેઓ આ મહિને રીટાયર થઇ રહ્યા છે તેમના 6 મહિનાના એક્સ્ટેંશન માટે કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેઇનિંગને વાત કરી છે તેવી માહિતી CMOના ટોચના સૂત્રો તરફથી મળી છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં VTVGujarati.comએ આ જ મુદ્દે સૌપ્રથમ ખબર આપી હતી. ગુજરાત સરકાર મુકીમને ચીફ સેક્રેટરી તરીકે તેમનો કાર્યકાળ વધારવા માંગે છે કારણ કે રાજ્યની હાલની કોરોનાની સ્થિતિ અને આર્થિક હાલતને ધ્યાનમાં રાખતા મુકીમ આ પદ માટેના સૌથી યોગ્ય અધિકારી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ