બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / વડોદરાના સમાચાર / Gujarat government alert regarding Corona
Malay
Last Updated: 10:22 AM, 22 December 2022
ADVERTISEMENT
ચીનમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તેવી સંભાવના છે. તેને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ તમામ સંબંધિતોને એલર્ટ રહેવા અને તકેદારી વધારવા જણાવ્યું હતું. ત્યારે ચીનમાં વધતા જતા કેસોને પગલે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે.
સુરત મનપાનું આરોગ્ય વિભાગ અલર્ટ
શહેરમાં કોઈ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો સેમ્પલને જીનોમ સીકવન્સમાં મોકલવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ નાગરિકોને પણ નવા વેરિયન્ટની સામે તકેદારી રાખવાની અપીલ કરાઈ છે. સુરત પાલિકાના હેલ્થ સેન્ટર પર ફરી કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરાઈ છે. સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ શહેરમાં એક પણ કોરોનાનો કેસ નથી. શહેરમાં 50 લાખમાંથી 8 લાખ લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. 42 લાખ લોકોને પ્રીકોસન ડોઝ લેવાના બાકી છે. હાલ પ્રીકોસન ડોઝ માટે પણ કોઈ ચાર્જ વસૂલાતો નથી.
ADVERTISEMENT
NRI મહિલામાં ઓમિક્રોનનો BF.7 વેરિયન્ટ હોવાનું ખુલ્યું
વડોદરામાં વિદેશથી આવેલ મહિલા BF 7 વેરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. 61 વર્ષીય NRI મહિલા ભારતીબેન સુથાર ગત 11 સપ્ટેમ્બરના રોજ અમેરિકાથી વડોદરા આવ્યા હતા અને 18 સપ્ટેમ્બરના રોજ ખાનગી લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા. વડોદરાના સુભાનપુરામાં રહેતા ભારતીબેન સુથારે હોમ આઇસોલેશનમાં જ સારવાર લીધી હતી અને કોઈપણ પ્રકારની તકલીફ થઈ નથી. તેઓનું સેમ્પલ ખાનગી લેબ દ્વારા જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં BF.7 વેરિયન્ટ હોવાનું બહાર આવ્યું હતું.
વડોદરાનું આરોગ્ય તંત્ર એલર્ટ
વિદેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે SSG અને ગોત્રી હોસ્પિટલમાં 50 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. બંને હોસ્પિટલમાં સ્થાપેલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયા છે. જરૂર પડે તેનો ઉપયોગ કરી શકાય તે માટે તૈયારી કરાઈ છે. શહેરમાં 34 સ્થળોએ વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.