બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે નિખિલ દોંગા અને રાજદીપ રીબડાને ધારાસભ્ય બનાવવાની પોસ્ટ વાયરલ, ગોંડલના રાજકારણમાં ગરમાવો
Last Updated: 04:51 PM, 24 March 2025
ગોંડલ આજકાલ ટોક ઓફ ગુજરાત બની ગયું છે એવું નથી લાગતું? રાજકુમાર જાટનો મુદ્દો હોય કે પછી સગીરને બેરહેમીથી મારવાનો મુદ્દો અને એમાં ખાસ કરીને ગણેશ ગોંડલનું વચ્ચે પડવું. જો કે, આ બધાની વચ્ચે એક વાત એવી પણ સામે આવી કે, એક સંમેલન મળે છે ત્યારબાદ ગણેશ ગોંડલને ધારાસભ્ય બનાવવાની વાત કરે છે. જેના પગલે હવે માહોલ એકદમ ગરમાયું છે.
ADVERTISEMENT
ગોંડલનું રાજકારણ ગરમાયું
ADVERTISEMENT
ગણેશ ગોંડલને ધારાસભ્ય બનાવવાની વાતથી રાજકારણ તેજ થયો છે. હવે નિખિલ દોંગાને ધારાસભ્ય બનાવવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. નિખિલ દોંગાને પાટીદાર સમાજ ખભે બેસાડીને ધારાસભ્ય બનાવશે તેવો પોસ્ટમાં ઉલ્લેખ પણ કરાયો છે. અલ્પેશ ઢોલરિયાએ ગણેશ ગોંડલને ધારાસભ્ય બનાવવાની વાત કરી હતી, જે બાદ ગોંડલનું રાજકારણ ગરમાયું છે.
સાગર સાવલીયાએ પોસ્ટ કરી શું લખ્યું ?
સાગર સાવલીયાએ કહ્યું કે, ''ગોંડલ બેઠક પર નજર રાખનારા લોકોને ભાજપ જીલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહી દીધું કે, અમારો ગણેશ તૈયાર છે, ગણેશ જાડેડાને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવીશું''
આ પણ વાંચો: એપ્રિલની શરૂઆતમાં અહીં વરસાદ વરસશે, તો 26મીથી તાપમાન જશે 44 ડિગ્રીને પાર: અંબાલાલ
ગોંડલના ધારાસભ્ય કોણ બનશે?
તો બીજી તરફ સોશિયલ મીડિયામાં 'પાટીદાર સમાજ પાસે ખભે બેસાડવા માટે હજુ નિખિલભાઈ દોંગા જેવા બાહોશ યુવાન છે' જેવી પોસ્ટ વાયરલ થઈ રહી છે. એક હતા ગોંડલના મહારાજા ભગવતસિંહજી કે જેમણે પોતાના બૌદ્ધિક સિદ્ધાંતોથી ગોંડલને ખૂબ સાચવ્યું હતું અને હવે જયારે ગોંડલને બીજું મિર્ઝાપુર કહેવામાં આવી રહ્યું છે ત્યારે જો ગોંડલનો આગામી ધારાસભ્યને લઈ ગોંડલના રાજકારણમાં હડકંપ મચ્યો છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મહેસાણા / મહેસાણામાં માતા અને દીકરીનો આપઘાત, નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવ્યું
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.