gujarat gir somnath village Financial aid from government
વ્યથા /
સાહેબ થોડી તો દયા ખાવી'તી! સ્વાર્થી અધિકારીએ કર્યું એવું કે ગુજરાતના આ ગામને ન મળી મોટી સહાય
Team VTV10:09 PM, 04 Dec 21
| Updated: 10:15 PM, 04 Dec 21
તૌકતે વાવાઝોડાના કારણે કેટલા પ્રમાણમાં નુકસાની થઈ હતી તે આપણે જાણીએ જ છીએ અને જે કોઈપણ લોકોને નુકસાની થઈ હતી તેમને સરકાર દ્વારા પણ સહાય આપવામાં આવી છે.
તૌકતે વાવાઝોડાની સહાયથી લોકો વંચિત
ગીર સોમનાથમાં નેસના લોકો સહાયથી વંચિત
અધિકારીના પાપે લોકો સહાયથી વંચિત
પરંતુ જંગલમાં રહેતા અનેક માલધારીઓ સહાયથી આજે પણ વંચીત છે. કારણ કે, એક સરકારી બાબૂએ પોતાના સ્વાર્થ ખાતર ખોટું બોલીને બદલી કરી લીધી.જેમાં માલધારિઓ સહાયથી વંચિત રહી ગયા.
અધિકારીના સ્વાર્થને કારણે પરિવાર થયાં બરબાદ
તૌકતે વાવાઝોડું ગુજરાત માટે કેટલું નુકસાન કારક હતું તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. કોઈ ઘર વિહોણું થયું હતું. કોઈનો પાક બર્બાદ થઈ ગયો હતો. તો કોઈએ પરિવારના સ્વજનો ગુમાવ્યા હતા. જોકે વાવાઝોડા બાદ સરકારે તમામ પીડિતોને સહાય આપી છે. પરંતુ આજે પણ ગીર સોમનાથ જિલ્લાના નેસમાં રહેતા માલધારીઓ અધિકારીઓના પાપે સહાયથી વંચિત રહ્યા છે. અહીં વાત ગીરગઢડાના કે.કે ચૌધરીની છે. જેમણે ગીર ગઢડાના બાબરીયા અને જાખિયા નેસના 103 લોકોને સહાયથી વંચિત રાખ્યા છે. કારણ કે, કે.કે ચૌધરીની ટ્રાન્સફર થયું હતું. પરંતુ પીડિતોને સહાય ન ચૂકવાય ત્યાં સુધી તેમને છુટા કરવામાં નહીં આવે તેઓ ઉચ્ચ્ અધિકારીએ આદેશ આપ્યો હતો. પરંતુ સાહેબને ટ્રાન્સફરમાં એટલી ઉતાવડ હતી કે, તેઓ એવું લખીને જતા રહ્યા કે, આ બે ગામના લોકોને સહાય ચુકાવવાની જ નથી થતી.
એક તો આ માલધારીઓનું જીવન પશુપાલન થકી જ ચાલતું હોય છે. અને જંગલની વચ્ચે વેરાન વગડામાં તેઓ કાચા મકાનમાં રહે છે. તૌકતે વાવાઝોડામાં કેટલું નુકસાન થયું હતું તે આપણે જાણીએ છીએ. તેવામાં આ રીતે પોતાના ટ્રાન્સફર માટે પીડિતોને સહાય ન ચૂકવવાની થતી હોવાનું કહીને જવું કેટલું યોગ્ય છે. જોકે વીટીવી ન્યૂઝને આ બાબત સામે આવતા જ હાલના તાલુકા વિકાસ અધિકારી સાથે પણ વાત કરવાની કોશિશ કરી.
સરકારી બાબૂએ કરાવી લીધી ટ્રાન્સફર
અવું લાગે છે કે, સરકારી બાબૂઓને પોતાના ટ્રાન્સફરમાં અને પોતાના હિતોમાં જ રસ છે. ગરીબ પીડાય તો પીડાય તેમને કોઈ ફરક નથી પડતો. પરંતુ આ પ્રકારની ઘટના કોઈકાળે યોગ્ય નથી.. ત્યારે સવાલ એ થાય છે કે, કેમ તત્કાલીન TDO દ્વારા તૌકતે વાવાઝોડાની સહાયથી અરજદારોને વંચિત રખાયા? અધિકારીઓના પાપે પીડિત લોકો સાથે અન્યાય કેટલો યોગ્ય છે..? તત્કાલીન TDO કે.કે.ચૌધરીએ સહાય પર કેમ રોક લગાવી હતી?.. જો DDOએ સહાય ચૂકવવા આદેશ કર્યો હતો તો TDOને શું તકલીફ હતી? શું બદલીવાળી જગ્યાએ જવા TDOએ ખોટી નોંધ કરી? આવા અધિકારીઓ સામે ક્યારે કડક પગલા ભરાશે..? અહીં સવાલો તો અનેક છે. પરંતુ વીટીવી ન્યૂઝ સરકાર અને તંત્રને આ માલધારીઓ વતી અપીલ કરે છે કે, વહેલી તકે, તેમને સહાય મળે.. જેથી કરીને આ પીડિતોને પણ થોડો સહારો મળે.