બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / OBC સમાજની બેઠકમાં વિક્રમ ઠાકોરે આપી ગર્ભિત ચેતવણી, શું વચેટિયાના કારણે સરકાર બની 'હોળીનું નારિયેળ'?
Last Updated: 11:43 PM, 16 March 2025
ગાંધીનગરમાં આયોજિત OBC સમાજની બેઠકમાં વિક્રમ ઠાકોરે રોષ વ્યક્ત કર્યો છે. ભાજપ શાસિત રાજ્ય સરકારને વિક્રમ ઠાકોરે ગર્ભિત ચેતવણી આપી છે. વિક્રમ ઠાકોરએ કહ્યું કે, ''આવું ને આવું થતું રહેશે તો આગામી સમયમાં સરકારને નુકસાન થઈ શકે છે તેમજ આટલા બહોળા સમાજને સરકાર કઈ રીતે ભૂલી શકે છે''
ADVERTISEMENT
વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી
ADVERTISEMENT
ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવવા અંગે વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે. વિક્રમ ઠાકોરએ કહ્યું કે, ''તમામ સમાજના કલાકારોને ન્યાય અને સન્માન મળવું જોઈએ તેમજ ઠાકોર સમાજના વ્યક્તિઓને ઘણા સમયથી નજરઅંદાજ કરવામાં આવે છે. કલાકારોને બોલાવવાનો નિર્ણય વચેટિયાઓનો હોય તો તેમને પણ ધ્યાન દોરવું જોઈએ તેમજ જે વિસ્તારમાં જે કલાકારોની લોકપ્રિયતા હોય એ કલાકારોને બોલાવો અને ફિક્સ કલાકારોને બોલાવવાની નીતિથી કેટલાક કલાકારોને ન્યાય મળતો નથી"
રાજનીતિમાં આવશે વિક્રમ ઠાકોર?
વિક્રમ ઠાકોરને જ્યારે આ અંગે પુછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. પોતનો ખેસ દર્શાવતા તેમણે જણાવ્યું કે, મારા ગળામાં રહેલો ખેસ ન તો ભાજપનો છે ન તો કોંગ્રેસનો આ રામાપીરનો ખેસ છે. મારે રાજનીતિમાં આવવું હોત તો 2006-07 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે મને આમંત્રણ આપ્યું હતું. જો કે હું રાજનીતિનો માણસ નથી હું કલાકાર છું અને હાલ ઠાકોર સમાજને થયેલા અન્યાય મામલે જ હું વિરોધમાં ઉતર્યો છું. મારો વિરોધ પણ સરકાર સામે નહી પરંતુ ખાસ લોકોને જ આમંત્રીત કરતી, એવોર્ડ આપતી અને તેમને જ કલાકાર ગણતી એજન્સીઓ સામે છે.
આ પણ વાંચો: વિક્રમ ઠાકોરને વધુ એક દિગ્ગજ કલાકારે આપ્યો ટેકો, સ્નેહમિલનમાં કહ્યું રજવાડી છીએ..અમે માનભેર રહીએ
કોણ છે વિક્રમ ઠાકોર?
ગાંધીનગરના મેલાજી ઠાકોર નામના લોકગાયક અને વાંસળી વાદકનો પુત્ર વિક્રમ ઠાકોરે 20 વર્ષની ઉંમરે ગાયકી પર હાથ અમજાવ્યો. ગળથુંથીમાંથી જ મળેલી ગાયકીથી તે થોડા જ સમયમાં ઉત્તર ગુજરાતમાં સારુ એવું નામ મેળવ્યું. જો કે 2006 માં દિગદર્શકના આગ્રહના કારણે તેમણે એકવાર પીયુને મળવા આવજે નામની ફિલ્મમાં હાથ અજમાવ્યો. આ ફિલ્મ સફળ રહેતા વિક્રમ ઠાકોરે પાછળ વળીને જોયું જ નથી. ગાયક-અભિનેતા સહિત કળાના ક્ષેત્રમાં હાથ અજમાવ્યો. ઉત્તર ગુજરાત, ગુજરાત-રાજસ્થાન બોર્ડર અને આદિવાસી વિસ્તારોમાં તેમના લાખો ચાહકો છે. માધ્યમોએ તેમને સુપર સ્ટારનું પણ બિરુદ આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મહેસાણા / મહેસાણામાં માતા અને દીકરીનો આપઘાત, નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવ્યું
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.