બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિધાનસભા ગૃહમાં કલાકારોના નિમંત્રણના વિવાદમાં સરકારની પહેલી પ્રતિક્રિયા, ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

નિવેદન / વિધાનસભા ગૃહમાં કલાકારોના નિમંત્રણના વિવાદમાં સરકારની પહેલી પ્રતિક્રિયા, ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

Last Updated: 01:39 PM, 16 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં વિધાનસભાની ગુજરાતી કલાકારો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જે બાબતે વિક્રમ ઠાકોરે આક્ષેપ કરતો વીડિયો વાયરલ થયો હતો. જે બાબતે સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપી હતી.

ગુજરાત વિધાનસભામાં થોડા સમયે પહેલા ગુજરાતી કલાકારોએ મુલાકાત લીધી હતી. જે બાબતે વિક્રમ ઠાકોર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બાબતે આજે ગુજરાત સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપ્યું હતું. તેમજ તેઓએ જણાવ્યું હતું કે કલાકારોને કોઈ નાત-જાત હોતી નથી. છેલ્લી ઘડીએ આયોજન કરાયું હતું. અચાનક થયેલા આયોજનનાં કારણે ભૂલાઈ ગયું હશે. ઠાકોર સમાજનાં કલાકારોને આમંત્રણ ન અપાયાનો આક્ષેપ કર્યો હતો. તેમજ આમંત્રણમાં ભેદભાવ રાખ્યાનો વિક્રમ ઠાકોરે આક્ષેપ કર્યો હતો.

વિક્રમ ઠાકોર દ્વારા નારાજગી વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું. તે દરમ્યાન ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે નિમંત્રણ પાઠવ્યું હતું. જેને માન આપી ગુજરાતનાં અનેક ખ્યાતનામ કલાકારો ભીખુદાન ગઢવી, ગીતા રબારી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી સહિતનાં કલાકારોએ ગુજરાતન વિધાનસભા ગૃહની મુલાકાત લીધી હતી. તેમજ આ મુલાકાત દરમ્યાન તેઓ વિધાનસભા ગૃહમાં ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી. જેમાં કોઈ ઠાકોર કલાકારને બોલાવવામાં ન આવતા આ બાબતે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા નારાજગી વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વિક્રમ ઠાકોરની નારાજગી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં વિક્રમ ઠાકોરે કલાકારોને વિધાનસભામાં બોલાવવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, કેટલાક કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારે હવે કલાકારોનાં અલગ અલગ ગ્રુપ બની ગયા છે. મને ના બોલાવ્યો એનો વાંધો નહી. પરંતું બીજા ઘણા ઠાકોર સમાજનાં સારા કલાકાર છે એમને બાકાત રખાયા હતા. ઠાકોર સમાજનાં નેતાઓએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. ઠાકોર સમાજનાં નેતા નવઘણજી ઠાકોર સાથે ઈન્સ્ટા લાઈવમાં વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.

સાંસદ ગેનીબેન ઠાકોરે શું કહ્યું

ગણતરીના જ કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવતા ઠાકોર સમાજમાં નારાજગી જોવા મળી છે. ત્યારે વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના કલાકારોની નારાજગી બાદ સાંસદ ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે. આ ઉપરાંત ઠાકોર સમાજના કલાકારોનું સન્માન ન થતા ગેનીબેન ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર ઘટનાને લઇ ગેનીબેને વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજને સમર્થન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સરકારે કલા અને સંસ્કૃતિને જીવંત રાખનાર કલાકારોનું સન્માન કર્યું. ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન ન આપ્યું. સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે તેમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું. ત્યારે બીજી તરફ અભિનેતા વિક્રમ ઠાકોરને લોકગાયક કીર્તિદાન ગઢવીનું સમર્થન મળ્યું છે. તેઓએ વિધાનસભામાં વિઝિટ માટે ન બોલાવતા વિક્રમ ઠાકોરની નારાજગીને યોગ્ય ગણાવી હતી. અને આ કોઈ પૂર્વ આયોજિત આયોજન નહોતું. તેમજ કલાકારની કોઈ જ્ઞાતિ ન હોય તેમ જણાવ્યું હતું.

વધુ વાંચો:VIDEO : કાર ચાલકે રોડ ક્રોસ કરતા 70 વર્ષીય વૃદ્ધને મારી ટક્કર, ઘટનાસ્થળે જ થયું મોત

ક્યાં ક્યાં કલાકારોએ વિધાનસભા ગૃહની મુલાકાત લીધી

તા. 10 માર્ચનાં રોજ વિધાનસભાનાં અધ્યક્ષનાં નિમંત્રણને માન આપીને કલાકારો ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા પહોંચ્યા હતા.જેમાં ભીખુદાન ગઢવી, ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, જિજ્ઞેશ કવિરાજ સહિતના કલાકારો ગૃહમાં બેસી કાર્યવાહી નિહાળી હતી. તેમજ આ તમામ કલાકારો ગૃહમાં ત્રણથી વધુ કલાક રોકાયા હતા. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ તેમજ ધારાસભ્યોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ સાથે બેસીને લંચ પણ લીધું હતુ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

artist visit to the assembly rushikesh patel Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ