બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : અસામાજિક શખ્સો બેફામ, જમવાનું ન આપવા જેવી બાબતમાં કરાયો હુમલો
Last Updated: 11:06 PM, 17 March 2025
અમદાવાદ, રાજકોટ બાદ ગાંધીનગરમાં અસામાજિક શખ્સો બેફામ બન્યા છે. વાવોલમાં એક રેસ્ટોરન્ટમાં બે વ્યક્તિઓ જમવા માટે ગઈ હતી. જ્યાં જમવા જેવી બાબતમાં હુમલો કરાયો છે. જમવાનું ન અપાતા ઉશ્કેરાયેલા શખ્સોએ દુકાન પર પહોંચી મારામારી કરી હતી. બચાવવા વચ્ચે પડેલા નિવૃત્ત પોલીસકર્મી પર પણ હુમલો કરાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગાંધીનગરમાં અસામાજિક શખ્સો બેફામ
ગાંધીનગરના વાવોલમાં એક રેસ્ટોરન્ટમાં બે વ્યક્તિઓ જમવા ગઈ હતી. જ્યાં રેસ્ટોરન્ટ પર માત્ર પાર્સલ સુવિધા ઉપલબ્ધ હતી જમવાનું અપાયું નહોતું. જમવાનું ન અપાતા ઉશ્કેરાયેલા શખ્સોએ દુકાન પર પહોંચીને મારામારી કરી હતી. જ્યાં બચાવવા વચ્ચે પડેલા નિવૃત્ત પોલીસકર્મી પર હુમલો કરાયો હતો. નિવૃત્ત પોલીસકર્મીને માથાના ભાગે ઈજા પહોંચી છે. ગાંધીનગરના વાવોલની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વસ્ત્રાલ પછી વાસણામાં લુખ્ખાઓને આતંક! છરી બતાવી લોકોને ડરાવ્યા, જુઓ વીડિયો
અસામાજિક તત્વોના ત્રાસ સામે લોકોમાં ભારે રોષ
અમદાવાદ બાદ ગાંધીનગમાં અસામાજિક તત્વોના ત્રાસ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વો શહેરના રસ્તાઓ પર બેફામ બનીને આતંક મચાવતા હોવાથી સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આમ જોવા જઈએ તો ગાંધીનગર શાંતિપ્રિય શહેર છે. જો કે છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો ત્રાસ ફેલાવીને શાંતિનો ભંગ કરી રહ્યાં છે. પોલીસ સતત મહેનત કરી રહી છે આવા શખ્સો સામે જો કે તેમ છતાં આરોપીઓ ગુંડા બનીને રોફ ફેલાવવાનો પ્રયાસ કરતા રહે છે. જેથી શહેરીજનોનું કહેવું છે કે પોલીસે કોઈ નવો રસ્તો અપનાવી આવા લુખ્ખા તત્વોને સંદેશો પહોંચાડવો જોઈએ. પોલીસે એ રીતે કામગીરી કરવી પડશે કે લુખ્ખા તત્વો તોફાન કરતા પહેલા 10 વાર વિચારે સાથે જ તેમનામાં પોલીસનો ખોફ હોવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.