gujarat Gadhada gopinathji swaminarayan mandir controversy dev paksh acharya paksh
વિવાદ /
ગઢડા સ્વામિનારાયણ મંદિર: એક વાર ફરી દેવપક્ષ - આચાર્ય પક્ષ આમને સામને, 100 વર્ષ જુનુ વૃક્ષ કપાતા ફરિયાદ
Team VTV10:57 AM, 04 Oct 19
| Updated: 11:20 AM, 04 Oct 19
ગઢડા ગોપીનાથજી સ્વામિનારયણનું મંદિર એકવાર ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે વિવાદ મંદિર પરિસરમાં 100 વર્ષ જૂના વૃક્ષને કાપી નાંખવાના લીધે થયો છે. આ અંગે મામલતદારને ફરિયાદ કરવામાં આવી છે. ગઢડામાં વર્ષોથી દેવપક્ષ અને આચાર્ય પક્ષ સામ સામે આક્ષેપો કરવામાં ચુકતા નથી ત્યારે ફરીથી સામ સામા આક્ષેપો થઈ રહ્યા છે.
મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગતે ચેરમેન, ડેપ્યુટી કોઠારી સહિત 3 સંત સામે ફરિયાદ કરી
ફરિયાદ કરનાર ટ્રસ્ટી રમેશ ભગતે આચાર્ય પક્ષના
મંદિરમાં 100 વર્ષ જૂના વૃક્ષને કપાતા મામલતદારને ફરિયાદ
ગઢડાનું ગોપીનાથજીનું મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. મંદિરમાં 100 વર્ષ જૂના વૃક્ષને કપાતા મામલતદારને ફરિયાદ કરવામાં આવી છે.
કોણે કોની સામે કરી છે ફરિયાદ
મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગતે ચેરમેન, ડેપ્યુટી કોઠારી સહિત 3 સંત સામે ફરિયાદ કરી છે. હાલ મંદિરના વહીવટદારો દેવપક્ષના છે જ્યારે ફરિયાદ કરનાર ટ્રસ્ટી રમેશ ભગતે આચાર્ય પક્ષના છે. અગાઉ પણ આ બંને પક્ષ વારંવાર એક બીજી ઉપર આરોપો પ્રતિ આરોપો કરી ચુક્યા છે.
દેવપક્ષ અને આચાર્યપક્ષનો વિવાદ
ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં દેવપક્ષ અને આચાર્યપક્ષનો વિવાદ જાણીતો છે. અહીં લોકસભા અને રાજ્યસભાની ચુંટણીઓ જેટલી જ ઉત્સુકતા દર્શાવતી ચુંટણીઓ થાય છે ત્યારે હાલ સત્તામાં દેવપક્ષ છે. એટલે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે, સત્તા પક્ષને હેરાન કરવા જ વિપક્ષ દ્વારા વિવાદો ઘેરવામાં આવી રહ્યા છે જ્યારે વિપક્ષના એવા આક્ષેપો છે કે સત્તા પક્ષ આડેધડ વિચાર્યા વિના નિર્ણયો લઈ રહ્યા છે.