બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat Employees demanding implementation of old pension scheme kanu desai reaction
Hiren
Last Updated: 07:16 PM, 12 May 2022
ADVERTISEMENT
સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાગૂ કરવામાં આવતાં રાજ્યના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના મુજબ જ લાભો આપવાની માગ કરી રહ્યા છે. ત્યારે હવે જૂની પેન્શન યોજના પર ચર્ચા કરવા પર કનુ દેસાઈએ ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, જૂની પેન્શન યોજના 2005માં બંધ કરવામાં આવી હતી. જૂની પેન્શન યોજનાના 17 વર્ષ થઈ ગયા. 17 વર્ષ જૂની વાત પણ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. કર્મચારીઓની માગણી છે કે જૂની પેન્શન યોજના લાગુ થાય અને જેને લઇને 6 અને 9 મે ગાંધીનગર ખાતે કર્મચારીઓએ ધરણા પણ કર્યો હતો. પરંતુ નાણાકીય બાબતોને સ્પર્શતી આ બાબત હોવા છતાં નાણામંત્રીએ બોલવાનું ટાળ્યું હતું.
ઉત્તર ગુજરાત વીજ કંપની લોકાર્પણ પ્રસંગે આવેલા ઉર્જા મંત્રી અને નાણામંત્રીએ પાલનપુર ખાતેના રોજ સંકુલમાં નવા યુનિટનું લોકાર્પણ કર્યું હતું. ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પાલનપુર વર્તુળ કચેરી તેમજ વિભાગીય કચેરી 2ના નવા કાર્યાલય ભવનનું લોકાર્પણ કર્યું હતું. પાલનપુરમાં વીજ કંપનીના લોકાર્પણમાં ઉર્જામંત્રીએ નિવેદન કર્યું હતું કે ગુજરાત 21 હજાર મેગા વોટ વીજળીનો વપરાશ કરે છે અને 2100 યુનિટનો વપરાશ એક વર્ષમાં 1 વ્યક્તિ કરે છે. જોકે વીજ સમસ્યા હલ કરવા નાગરિકોએ પણ ફાળો આપ્યો છે. જ્યારે ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં એક પણ વીજ જોડાણ બાકી નહિ રહે તેવી જાહેરાત પણ કરી હતી. ત્યારે રાજ્યના લાખો કર્મચારીઓનો મહત્વના પ્રશ્નોને લઈને નાણામંત્રીએ બોલવાનું ટાળ્યું હતું.
ADVERTISEMENT
પ્રાથમિક શિક્ષક સંઘની માંગ શું?
જૂની પેન્શન યોજના V/S નવી પેન્શન યોજના
જૂની પેન્શન યોજના - OPS | નવી પેન્શન યોજના - NPS |
OPSમાં પેન્શન માટે પગારમાંથી કોઈ કપાત કરવામાં આવતી નથી | NPSમાં પગારમાંથી 10%ની કપાત થાય છે |
OPSમાં GPFની સુવિધા ઉપલ્બઘ | NPSમાં GPFની સુવિધા નથી |
OPS એક સુરક્ષિત પેન્શન યોજના | NPS શેર બજાર આધારીત અસુરક્ષિત યોજના |
નિવૃત્તિ સમયે છેલ્લા પગારના 50% રકમ પેન્શન તરીકે મળવાની ગેરન્ટી | નિવૃત્તિ સમયે પેન્શનની કોઈ ગેરન્ટી નહીં |
મોંઘવારી ભથ્થા તેમજ તેમાં દર 6 માસે વધારાનો લાભ | મોંઘવારીના ભથ્થુ અને તેમાં થતા વધારાનો લાભ નહીં |
OPS અંતર્ગત દર 10 વર્ષે નિમાતા પગાર પંચનો લાભ | NPS અંતગર્ત દર 10 વર્ષે પગાર પંચનો લાભ નહીં |
નિવૃતિ સમયે સમ્રગ સેવાના ભાગરૂપે માટે 20 લાખની ગ્રેજ્યુટી | નિવૃત્તિ સમયે કોઈ પ્રકારની ગ્રેજ્યુટી નહીં |
સેવા દરમિયાન મોત થાય તો કુંટુંબ પેન્શનની જોગવાઈ | સેવા દરમિયાન મોત થાય તો પરિવારને કોઈ સહાય નહીં |
OPSમાં સરકારની તિજોરી મારફત ચુકવણી થાય | NPSમાં શેર અથવા સટ્ટા બજાર આધારીત ચુકવણી |
નિવૃત્તિ સમયે GPFના વ્યાજ પર કોઈ વેરો લાગતો નથી | નિવૃત્તિ સમયે શેર બજાર આધારીત રકમ પર વેરો |
પેન્શન લેવાના સમયે GPF ફંડમાં રોકાણ કરવાનું રહેતું નથી | નિવૃત્તિ સમયે પેન્શન ફંડની 40% રકમનું ફરજિયાત રોકાણ અનિવાર્ય |
OPSમાં 40% રકમ પેન્શન રોકડ રૂપાંતરણ અંગેની જોગવાઈ | NPSમાં પેન્શન રોકડ રૂપાંતરણ અંગેની જોગવાઈ નહીં |
OPS નિવૃત્તિ બાદ મેડિકલ સુવિધાઓ ઉપલ્બધ | નિવૃત્તિ પછી કોઈ પ્રકાર મેડિકલ સેવાનો લાભ નહીં |
પેન્શન એટલે કર્મચારીઓ માટે નિવૃતિ સમયની નિરાંત માટેની વ્યવસ્થા. પેન્શનનો લાભ સરકારી નોકરી પ્રત્યેના લગાવનું એક મુખ્ય કારણ રહ્યું છે. હવે આવી લાભદાયી યોજનામાં જ્યારે ફેરફાર થાય તો સ્વાભાવિક છે તે કર્મચારીઓને આંખમાં કણાની જેમ ખટકે. રાજ્યમાં શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે સરકાર સામે પાટનગરમાં જ મેદાને ઉતર્યા છે. શિક્ષકોના વિવિધ સંઘોની માગણી છે કે નવી પેન્શન યોજના મંજૂર નથી. સરકારી નોકરીયાત નોકરી સમયે જેટલી ચિંતા તેની રજા, હકો અને ભથ્થાની કરે છે તેનાથી વધુ નિવૃતિ સમયે મળનારા લાભોની કરતો હોય છે. કેટલાક કિસ્સામાં આ લડતો કોર્ટ સુધી પણ પહોંચેલી છે. પેન્શનની યોજના પણ એટલે જ લાગુ કરાઇ હતી કે અગાઉના સમયમાં સરકારી કર્મચારી કોઇ અન્ય કોઇ ધંધાકીય પ્રવૃતિમાં સક્રીય ન હતો. આજે તેવું નથી રહ્યું, સમય બદલાયો છે. રોકાણના વિકલ્પો અને પસંદગી પણ બદલાઇ છે. સરકારે પણ સમય સાથે તાલ મિલાવીને કોર્પોરેટ કલ્ચર અપનાવવાનું નક્કી કરીને પેન્શનની પદ્ધતિમાં ફેરફારનો નિર્ણય કર્યો છે. લાભદાયી યોજના નાબૂદ થાય કે ફેરફાર થાય તેવું શિક્ષકો નથી ઇચ્છતા. પોતાની માગ મનાવવા ચૂંટણી પહેલા જ સરકાર સામે મેદાને ઉતર્યા છે. ત્યારે સવાલ એ છે કે નવી પેન્શન સ્કીમના કયા મુદ્દાઓને લઈને વિરોધ થઇ રહ્યો છે? જૂની સ્કીમ કેમ ઇચ્છે છે શિક્ષકો? શિક્ષકોની મૂંઝવણનું સરકાર પાસે સમાધાન શું છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.