gujarat election arvind kejriwal rally in valsad say I am a devotee of Hanuman Dada
સંબોધન /
ગુજરાતમાં પોસ્ટર વૉર મામલે કેજરીવાલનો જવાબ, કહ્યું હું હનુમાન દાદાનો ભક્ત છું અને દાદી મને કૃષ્ણ કહેતા હતા
Team VTV05:58 PM, 09 Oct 22
| Updated: 06:52 PM, 09 Oct 22
ગુજરાતમાં ચુંટણીનો જંગ શરુ થઈ ચુક્યો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરવામાં લાગ્યા છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં
CM ભગવત માન પણ ઉપસ્થિત રહ્યા
હનુમાન દાદાનો ભક્ત છું: કેજરીવાલ
ગુજરાતમાં ચુંટણીનો જંગ શરુ થઈ ચુક્યો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરવામાં લાગ્યા છે. હાલ તેઓ વલસાડના ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં સભા યોજી હતી. સાથે પંજાબના CM ભગવત માન પણ ઉપસ્થિત રહ્યા હતા. કેજરીવાલની સભા અગાઉ પ્રદેશ AAPના આગેવાનો પહોચ્યા હતા.
કાલે આખા ગુજરાતમાં મારા વિરુદ્ધ આ લોકોએ હોર્ડિંગ્સ લગાવ્યા હતા પણ તેમાં ભગવાન વિરુદ્ધ પણ અપશબ્દો લખ્યા હતા.
કેજરીવાલે પોસ્ટરોને લઈને કહ્યું,
ગુજરાતમાં કેજરીવાલ વિરુદ્ધના પોસ્ટરો જોઇને તેઓએ આ વીશે જણાવ્યું હતું કે, 'કાલે હું ગુજરાત આવ્યો ચારે તરફ મારા વિરૃધ પોસ્ટરો લગાવ્યા હતા. મારા ફોટા પાસે ભગવાન વિશે ઘણા અપશબ્દ લખ્યા હતા. આ જોઈ મને ઘણી તકલીફો થઇ. મારા વિશે ખરાબ શબ્દો ભલે લખ્યા પરંતુ ભગવાન વિશે તો ખરાબ ન લખો.'
હું હનુમાનજીનો પરમ ભક્ત છું,
મારો જન્મ જન્માષ્ટમી પર થયો હતો.. મારી દાદી મને પ્રેમથી 'કૃષ્ણ' કહેતા હતા.
હનુમાનજીનો ભક્ત છું
આગળ તેઓએ જણાવ્યું કહતું કે, 'હનુમાનજીનો મોટો ભક્ત છું, હનુમાનજીની કૃપા છે મારા પર, મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો ઘરમાં મને બધા કૃષ્ણ કહેતા અને ભગવાન કૃષ્ણના અપાર આશીર્વાદ છે મારા પર, તેઓએ મને મહત્વપૂર્ણ કામ આપ્યું છે. આ કંસના વંશજની સફાઈ કરવાની છે. આજના જમાનાના રાક્ષસનો નાશ કરવાનો છે. જનતા ભગવાનનું સ્વરૂપ હોય છે, મારે જનતાનો સાથ જોઈએ છે. આપને સાથે મળીને ભગવાનનું કામ પૂર્ણ કરવાનું છે. આ રાક્ષસોનો નાશ કરીને જનતાને સુખ અને શાંતિ આવાની છે. ભ્રષ્ટાચારી, ગુંડાઓ અને ભગવાનનું અપમાન કરનારનો સફાયો કરવાનો છે.'
ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. લોકો ભાજપના ૨૭ વર્ષના કુ:શાસનથી ત્રસ્ત થઇ ગયા છે.
લોકોને હવે પરિવર્તન જોઈએ છે
વધુમાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ સામે નિશાન સાધતા કહ્યું હતું કે, 'ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. બધે બાજુ લોકોને બદલાવ જોઈએ છે. 27 વર્ષ પછી લોકોને પરિવર્તન જોઈએ છે. લોકો ભાજપના 27 વર્ષના કુ:શાસનથી ત્રસ્ત થઇ ગયા છે. લોકોએ ભાજપનો ભરોષો કરીને તેમને પોતાના 27 વર્ષ આપ્યા છે. હવે લોકોને પરિવર્તન જોઈએ છે. જ્યારથી આઇબીનો રિપોર્ટ આવ્યો છે કે; ગુજરાતમાં 'આપ'ની સરકાર બની રહી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસની ખાનગી મિટિંગો શરુ થઇ ગઈ છે. મોડે રાત સુધી બંને પાર્ટીઓ ચર્ચા કરે છે અને બીજા દિવસે બંને પાર્ટી એક જેવું ભાષણ આપે છે. કોંગ્રેસ અને બીજેપી એકબીજાને ગાળો નથી આપતી. આ બંને પાર્ટીઓ કેજરીવાલને ગાળો આપે છે. બંને પાર્ટીઓ વચ્ચે કોઈ સેટિંગ છે.'