બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / gujarat education minister bhupendrasinh chudasama school student mass promotion

સ્પષ્ટતા / કોરોના મહામારી વચ્ચે શિક્ષણમંત્રીએ ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન

Divyesh

Last Updated: 04:59 PM, 2 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હાલ કોરોનાવાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. જેને રાજ્યના 4 મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે રાજ્યની શાળા-કોલેજોમાં અભ્યા બંધ છે જેને લઇને માસ પ્રમોશનની ચર્ચાઓ તેજ જોવા મળી રહી છે ત્યારે શિક્ષણમંત્રીએ સ્કૂલોમાં માસ પ્રમોશન મામલે કોઇ વિચારણા નહી હોવાની સ્પષ્ટતા કરી છે.

  • શાળાઓ શરૂ ન થતા માસ પ્રમોશનની ચર્ચાઓ તેજ
  • માસ પ્રમોશન મામલે શિક્ષણમંત્રીની સ્પષ્ટતા
  • સ્કૂલોમાં માસ પ્રમોશન મામલે કોઇ વિચારણા નહી

આમ હાલ પુરતુ શાળાઓમાં ધો.1થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશનની અટકળો પર શિક્ષણમંત્રીની સ્પષ્ટતા બાદ પૂર્ણવિરામ મુકાયું હોવાનું જોવા મળ્યું છે.

કોરોનાવાયરસની સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્ર પર જોવા મળી રહી છે. કોરોનાના કારણે શાળા-કોલેજમાં હાલ અભ્યાસ બંધ છે અને માત્ર ઓનલાઇન અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. ત્યારે શાળાઓ શરુ ન થતા માસ પ્રમોશનની ચર્ચાઓ તેજ જોવા મળી રહી છે. 

જો કે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માસ પ્રમોશન મામલે સ્પષ્ટતા કરી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે સ્કૂલોમાં માસ પ્રમોશન મામલે કોઇ વિચારણાન કરવામાં આવી નથી.

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે સ્કૂલોમાં હાલ ઓનલાઇન અભ્યાસક્રમ ચાલી  રહ્યાં છે. ત્યારે વર્ષના અંતે ફાઇનલ પરીક્ષા લેવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

gujarat mass promotion school student ગુજરાત માસ પ્રમોશન શિક્ષણમંત્રી સ્કૂલ School
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ