બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / gujarat education department u turns

અંધેરીનગરી / ગુજરાતના શિક્ષણ વિભાગની મૂર્ખામીનું મોટું નજરાણું, 6 જૂને સત્ર શરૂ થશે અને 10માંની માર્કશીટના ઠેકાણા નથી

Yagnik

Last Updated: 03:30 PM, 3 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષણનું ખાનગીકરણ કરવામાં માહિર એવા આપણા શિક્ષણ વિભાગનું નવું ભોપાળું જોઈને તમને હસવું આવશે

ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ નિયમો બનાવીને તેને વારંવાર બદલી નાખવામાં ખુબ કુખ્યાત  છે. તમામ ST બસ ભેગા મળીને જેટલી વખત યૂ-ટર્ન નહી લેતી હોય તેના કરતા વધારે વખત યૂ-ટર્ન ગુજરાતનું શિક્ષણ મંત્રાલય છે. એક દિવસ મોટી જાહેરાત કરે અને બીજા દિવસે ફેરવી તોળે. FRCનો મુદ્દો હોય કે એડમિશનનો, પરીક્ષાની વાત હોય કે રિઝલ્ટની, ગુજરાતનો શિક્ષણ એકાદ વખત લોચો ન મારે એવું બને જ નહી. 

શિક્ષણનું ખાનગીકરણ કરવામાં માહિર એવા આપણા શિક્ષણ વિભાગનું નવું ભોપાળું જોઈને તમને હસવું આવશે. વાત એવી છે કે, ગુજરાતમાં 6 જૂનથી શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય છે. આ જાહેરાત પણ શિક્ષણ વિભાગે કરી છે. હવે એ જ શિક્ષણ વિભાગે એ પણ જાહેરાત કરી છે કે, જ્યા સુધી 10માં ધોરણની માર્કશીટ ન આવે ત્યા સુધી 11માં ધોરણમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા ન કરવી.

ખાટલે મોટી ખોટ તો એ છે કે, જે શિક્ષણ ઉભાગે ઉપર જણાવી તે પ્રમાણેની બે જાહેરાતો કરી છે એ જ શિક્ષણ વિભાગે હજુ સુધી 10માં ધોરણના વિદ્યાર્થીઓ માટેની માર્કશીટની ફોર્મ્યૂલા તૈયાર નથી કરી. 10માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દીધું પરંતુ નિર્ણય લેવામાં ઢીલા એવા આ મંત્રાલયે હજું માર્કશીટની ફોર્મ્યૂલા નક્કી નથી કરી. ફોર્મ્યૂલા નક્કી કર્યા બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ મળવામાં 25 દિવસ જેટલો સમય લાગશે અને જ્યા સુધી માર્કશીટ નહી મળે ત્યા સુધી 11માં ધોરણમાં પ્રવેશ પણ નહી મળે. સરવાળે સંવેદનશીલ સરકારે 6 તારીખથી જે શૈક્ષણિક સત્રની શરૂઆતનો નિર્ણય કર્યો છે તે પણ એક યૂ-ટર્ન સાબિત થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

10th 12th Education Result gujarat GSEB Board Exam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ