બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં HTAT શિક્ષકોની બદલીને લઈ કાર્યવાહી શરૂ, શિક્ષણ વિભાગે કહ્યું 'સત્વરે દરખાસ્ત રજૂ કરો'
Last Updated: 03:23 PM, 9 August 2024
ગાંધીનગર: ગયા મહિને ગુરુ પૂર્ણિમા પર ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા HTAT મુખ્ય શિક્ષકોને ભેટ આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા HTAT મુખ્ય શિક્ષકો માટે એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં HTAT શિક્ષકોની બદલીને લઈને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય શિક્ષકોની બદલી માટે સમયપત્રક બનાવવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ..
— Dr. Kuber Dindor (@kuberdindor) July 20, 2024
માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર.
રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ.… pic.twitter.com/xC46LcIW3o
સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે મુખ્ય શિક્ષકોનું મહેકમ 31 જુલાઈની સ્થિતિએ નિશ્ચિત કરવામાં આવે. સાથે જ શિક્ષણ વિભાગે નિયામકને બદલી માટે સમયપત્રક બનાવવા સૂચના આપી છે. જણાવી દઈએ કે 14 વર્ષ પછી HTAT શિક્ષકોની બદલીના નિયમ જાહેર થયા. ઉલ્લેખનીય છે કે ગુરુપૂર્ણિમાના દિવસે મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર થયા હતા. આ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પણ જાણકારી આપી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.