બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / ગુજરાત / Gujarat Education Department Cabinet Minister jitu vaghani allotted a large grant for the scheme

BIG NEWS / શિક્ષણ વિભાગનો ચાર્જ સંભાળતા જીતુ વાઘાણી એક્શનમાં, તાબડતોબ બેઠક બોલાવી કર્યો મોટો નિર્ણય

Vishnu

Last Updated: 04:22 PM, 18 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બે કલાક બેઠક કરી મોટી ગ્રાન્ટ ફાળવી હતી.

  • ગુજરાતના કેબિનેટ મંત્રીઑએ સંભાળ્યો ચાર્જ
  • શિક્ષણ વિભાગનો ચાર્જ સંભાળતા જીતુ વાઘાણીનો મોટો નિર્ણય
  • શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બે કલાક બેઠક કરી 23 કરોડની ગ્રાન્ટ ફાળવી

ગુજરાતના નવા વરાયેલા મંત્રીઑમાંથી મોટાભાગના મંત્રીઑએ આજે જ ચાર્જ સંભાળી લીધો છે. વિધાનસભા ચૂંટણી પહેલા નવી સરકાર અને નવા મંત્રીઑ સામે અનેક મોટા પડકાર છે. ત્યારે શિક્ષણ ખાતું સંભાળી રહેલા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી એક મોટો નિર્ણય લીધો છે. 

શિક્ષણ વિભાગનો ચાર્જ સંભાળતા જીતુ વાઘાણીનો મોટો નિર્ણય
ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભૂપેન્દ્ર સરકારમાં શિક્ષણ ખાતાના મંત્રી જીતુ વાઘાણીએ આજે સવારે ખાતાનો વહીવટ સંભાળ્યો હતો. જે બાદ શિક્ષણ ખાતાના મોટા અધિકારીઑ સાથે બેઠક કરી અગાઉની સરકારમાં ચાલી રહેલી શિક્ષણની યોજનાઑ અને ભવિષ્યના આયોજન વિશે લગભગ 2 કલાક બેઠક લઈ ગહન ચર્ચા કરી હતી. જે બાદ શૈક્ષણિક યોજનાઑ માટે 23 કરોડ અને 77 લાખની ગ્રાન્ટ ફાળવી દીધી હતી. ગુજરાતના શિક્ષણને વધુ વેગવંતુ બનવવા આ નિર્ણય કર્યો હોવાનું જીતુ વાઘાણીએ વાત કરી હતી. જુદી જુદી યોજનાઑ માટે આ ગ્રાન્ટ વપરાશે તેવી જાહેરાત પણ કરી હતી, અને અધિકારીઑને શિક્ષણની દરેક યોજનાને પાયા પર લાગુ કરવા તેમજ મુઝવતા પ્રશ્નોના જલ્દી નિકાલ માટે નિર્દેશ પણ કર્યા હતા.

જીતુ વાઘાણી ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે ચર્ચા વિચારણા

  • સાંજે 5 કલાકે કમાન્ડ એન્ડ કંટ્રોલમાં અધિકારીઓને મળશે 
  • બેઠકમાં સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેક્ટ અમલ બાબતે થશે ચર્ચા
  • સ્કૂલ મર્જ જેવા મુદ્દાઓ બાબતે બેઠકમાં થશે ચર્ચા
  • પ્રાથમિક શિક્ષણની તમામ યોજનાનું મંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન થશે
  • ધોરણ 1થી 5 ની સ્કૂલ શરૂ કરવા બાબતે બેઠકમાં થશે ચર્ચા

જેટલો ઉત્સાહ જીતુંભાઈ વાઘાણીને છે તેટલો જ ઉત્સાહ મને પણ છે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા  પૂર્વ શિક્ષણ મંત્રી
સ્વર્ણિમ સંકુલમાં રાજ્યના નવ નિયુક્ત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ચાર્જ સંભાળતી વખતે રાજ્યની પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્વ ચુડાસમાં પણ હાજર રહ્યાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે, જેટલો ઉત્સાહ જીતુભાઈ વાઘાણીને છે. તેટલો જ ઉત્સાહ  મને પણ છે. આ સાથે ભુપેન્દ્વ ચુડાસમાંએ જીતુભાઈ વાઘાણીને શુભેચ્છા પાઠવી હતી.ગુજરાતમાં નવામંત્રી મંડળ અસ્તિત્વમાં આવ્યા બાદ તમામ નવા મંત્રીઓને વિવિધ ખાતા ફાળવવામાં આવ્યાં છે, જુના મંત્રીઓનું સ્થાન હવે નવા મંત્રીઓને લીધું છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી તરીકે જીતુ વાઘાણીએ આજ થી સ્વર્ણિમ સંકુલ ખાતે ચાર્જ સંભાળ્યો છે. ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બીજી ચેમ્બર ફાળવવામાં આવી છે.  સ્વર્ણિમ સંકુલમાં  10 કેબિનેટ મંત્રીઓને ચેમ્બર ફાળવવામાં આવી છે. સરકારની  ઈમેજ નવેસરથી ઊભી કરવા માટે જે નવી સરકાર રચાઈ છે તેમના માંથે મોટી જવાબદારીનો ભાર મુકવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની નવી રચાયેલી સરકારના મંત્રીઓને અગાઉ રહેલા મંત્રીઓની ચેમ્બર ફાળવવામાં આવી છે.

મંત્રીઑએ પોતાના ખાતાનો ચાર્જ સંભાળી શું કહ્યું?
ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ ચાર્જ સંભાળી રહ્યાં છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે એકપછી એક મંત્રીઓએ ચાર્જ સંભાળી રહ્યાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનુ મોરડિયા અને કુટિર ગૃહ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલે ચાર્જ સંભાળી લીધો છે. ગૃહ રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે, આ જવાબદારીને હું સારી રીતે નિભાવિશ. નજીકના ભવિષ્યમાં જિલ્લાઓમાં પ્રવાસ કરીશ. તો આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે કહ્યું કે, ગુજરાતની પ્રજાની સુખાકારી માટે કામ કરીશું.

સંકળાયેલા મુદ્દાઓ

Cabinet Minister Jitu Vaghani education department grant gujarat કેબિનેટ મિનિસ્ટર ગુજરાત ગ્રાન્ટ જીતુ વાઘાણી શિક્ષણ યોજના શિક્ષણ વિભાગ Gujarat Education Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ