Gujarat doctors advise to be careful during festivals
મહામારી /
સાચવજો : કોરોનાને લઈને તબીબોએ ગુજરાતીઓને આપી ખાસ સલાહ જે તમારી જાણવી જરૂરી
Team VTV02:34 PM, 18 Oct 21
| Updated: 03:24 PM, 18 Oct 21
તહેવારોની ઉજવણી અને ખરીદીમાં કોરોના સંક્રમણ વધી શકે છે જેને લઈને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે, તેવી સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ સહાલ આપી છે.
દિવાળીની ખરીદીમાં માનવ મહેરામણ ઉમટ્યું
ખરીદી કરતી વખતે ગાઈડલાઈનનું પાલન જરૂરી
તહેવારોને સાવચેતીથી ઉજવવા તબીબોની સલાહ
રાજ્યમાં કોરોના કહેર બાદ હવે કોરોના કેસમાં ઘટાડો થયો છે એવામાં કોરોના ભૂલોની લોકો બેજવાબદાર બન્યા છે. કોરોના હજુ સંપૂર્ણ ગયો નથી હજુ પણ રાજ્યમાં અને મોટા શહેરોમાં કોરોના કેસ એક્ટિવ છે, ત્યારે લોકોના જમાવડાઓ અને માનવ મહેરામણને લઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડનું સુચક નિવેદન આપતા કહ્યું છે કે તહેવારોની સિઝિનમાં કોરોના વધી શકે છે, એટલે તહેવારોની ઉજવણીમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે, તહેવારોની ખરીદીમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થવુ જરૂરી છે સાથે જ જે લોકોએ વેક્સિનના બંને ડોઝ નથી લીધા તેમને ફરજીયાત વેક્સિન લેવાનું ડોક્ટર જોષીએ જણાવ્યું છે.
દિવાળીની ખરીદીમાં માનવ મહેરામણ ઉમટ્યું
ડોક્ટર જોષીએ કહ્યું છે કે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરીશું તો જ સંભવિત ત્રીજી લહેરને રોકી શકીશું. હાલ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ ઘટ્યા છે, પરતું કોરોના પોતાનો વેરિયન્ટ બદલતો રહે છે, અને કોરોનાના નવા વેરિયન્ટ સામે આવતા હોય છે, ત્યારે લોકો ભીડ વાડી જગ્યાઓ પર માક્સ પહેરવાનું પણ ટાળતા હોય છે, તેમને સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરતા નથી ત્યારે હવે કોરોના મહામારીમાં ત્રીજી લહેરનો ખતરો હજુ જોવાઈ રહ્યો છે ત્યારે નિષ્ણાંત ડોક્ટરો પણ કોવિડ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે તેવા નિર્દેશ આપી રહ્યા છે.
ખરીદી કરતી વખતે ગાઈડલાઈનનું પાલન જરૂરી
જો કોરોના કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 નવા કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દી સાજા થયા છે. તો રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાથી એકપણ મોત થયું નથી. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં સૌથી વધુ 4 કેસ નોંધાયા છે. જ્યારે 5 શહેર અને 30 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.75 ટકા પર સ્થિર રહ્યો છે.