Sunday, May 26, 2019

હોસ્પિટલથી 35 કિ.મીનાં અંતરે ડૉક્ટરે કરી મહિલાની હાર્ટ સર્જરી સર્જ્યો વિશ્વરેકોર્ડ

હોસ્પિટલથી 35 કિ.મીનાં અંતરે ડૉક્ટરે કરી મહિલાની હાર્ટ સર્જરી  સર્જ્યો વિશ્વરેકોર્ડ
ચિકિત્સા ક્ષેત્રમાં ગુજરાતનાં એક હ્રદય રોગ નિષ્ણાંત ડૉ. તેજસ પટેલે ટેલીરોબોટિક ઓપરેશનને આધારે 35 કિ.મી દૂરથી એક દર્દીનું ઓપરેશન કરીને વિશ્વરેકોર્ડ સર્જી દીધો છે. ડૉ. તેજસે ગાંધીનગરમાં જ બેસીને અમદાવાદની હોસ્પિટલમાં આ ઓપરેશનને સફળ બનાવ્યું.

એવું માનવામાં આવે છે કે 35 કિ.મી દૂરથી જ બેસીને ટેલી રોબોટને આધારે આ ઓપરેશન કરવામાં આવ્યું કે જે  વિશ્વનું આ પ્રકારે આ પ્રથમ ઓપરેશન છે. આ ઓપરેશન કમ્પ્યૂટર ટેકનિક અને અત્યાધુનિક રોબોટનાં માધ્યમથી કરવામાં આવેલ છે.

આ ઓપરેશન બાદ ગામડાંઓમાં થઇ શકશે ઓપરેશનઃ
ડૉ. તેજસની આ પહેલ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે ચિકિત્સાનાં ક્ષેત્રમાં ગામડાંઓમાં એક નવા જ પ્રકારની આ ક્રાંતિ આવશે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે સરકાર આ પ્રકારની ટેક્નિકને પ્રોત્સાહન આપશે કે જેનાંથી ગામડાંઓમાં અને દૂર-દૂરનાં અનેક ક્ષેત્રોમાં ઉચ્ચ ટેક્નિકની મદદથી ચિકિત્સા સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે.

આ મોકા પર ગુજરાતનાં સીએમ રૂપાણી ઉપ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલ તથા બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાનાં સંત પૂજ્ય શ્રી બ્રહ્મવીરસ્વામી અને ઇશ્વરચરણસ્વામી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઓપરેશનની મદદથી મહિલાની અવરૂદ્ધ ધમનીનું કર્યું સફળ ઓપરેશનઃ
ડૉ. તેજસ અમદાવાદનાં એપેક્સ ઇન્સ્ટીટ્યૂટનાં ચેરમેન અને ચીફ ઇન્ટરવેશન કાર્ડિયોલોજિસ્ટ છે. તેઓએ આ ઓપરેશન માટે ગાંધીનગરનાં અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરની પસંદગી કરી.

તેઓએ મંદિરમાં આ ઓપરેશન સમયે તેઓ હોસ્પિટલથી અંદાજે 35 કિ.મી દૂર હતાં. તેઓએ એક મહિલાનું ઓપરેશન કરીને આ ઐતિહાસિક ઓપરેશનને સફળ બનાવ્યું. ડૉક્ટરે મહિલાનાં હ્રદયમાં વાલ્વ લગાવ્યો. સંપૂર્ણ ઓપરેશન ડૉક્ટરે રોબોટ દ્વારા કરવામાં આવ્યું.
હ્રદયની સફળ સર્જરી બાદ ડૉક્ટર તેજસ પટેલે કહ્યું કે રિમોટ રોબોટિક પીસીઆઇનું ઇન્ટરવેશન ચિકિત્સામાં ઐતિહાસિક ઉપલબ્ધિ છે. ડૉ. તેજસે કહ્યું કે આ પ્રકારનાં ઓપરેશન બાદ દેશની ચિકિત્સા વ્યવસ્થામાં ભારે બદલાવ આવશે અને અનેક લોકોની જિંદગીમાં મહત્વનું પગલું કહેવાશે. દુનિયાભરમાં સ્ટ્રોક સહિત દિલની બીમારીઓને કારણ દર વર્ષે લગભગ 18 મિલિયન મોત થાય છે.

 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ