બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં વધુ એક દુ:ખદ ઘટના, ધોળકામાં નર્મદા કેનાલમાં ન્હાવા જતા બે યુવક ડૂબ્યા, એકનું મોત
Last Updated: 08:42 AM, 16 March 2025
ધોળકામાં નર્મદા કેનાલમાં ન્હાવા જતા બે યુવકો ડૂબી ગયા હતા. યુવકો ડૂબ્યા હોવાની જાણ ગ્રામજનોને થતા સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકોની શોધખોળ હાથ ધરી હતી. તેમજ આ ઘટનાની જાણ ફાયર બ્રિગ્રેડ તેમજ પોલીસને થતા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ADVERTISEMENT
એક યુવકનો મૃતદેહ મળી આવ્યોએક યુવકનો મૃતદેહ મળી આવ્યોએક યુવકનો મૃતદેહ મળી આવ્યોએક યુવકનો મૃતદેહ મળી આવ્યો
ADVERTISEMENT
ધોળકાનાં ભાત ગામનાં યુવકો સરોડા ગામ પાસેથી પસાર થઈ તે સમયે એક યુવકનો પગ લપસી જતા તે કેનાલમાં પડ્યો હતો. જેને બચાવવા માટે તેનો સાથીદાર પણ કેનાલમાં પડ્યો હતો. જે બાદ આ સમગ્ર બાબતની જાણ સ્થાનિક તરવૈયાઓને થતા તેઓ દ્વારા બંને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. જેમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલુ છે. યુવકો કેનાલમાં ડૂબ્યા હોવાની જાણ ફાયરબ્રિગ્રેડ, પોલીસ તેમજ 108 ઈમરજન્સીને કરાતા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગ્રેડનાં કર્મચારીઓ દ્વારા પણ યુવકની શોધખોળ હાથ ધરી હતી.
મૃતકનું નામમૃતકનું નામ
નકુલ પાસી
શોધખોળ ચાલુશોધખોળ ચાલુ
મનોજ પાસી
વધુ વાંચો : એરાલ ગામે બિરાજતા એરાઈ માતાજી, 2000 વર્ષ જૂના પૌરાણિક મંદિરનો છે રોચક ઈતિહાસ
પરિવારજનોમાં શોકનો માહોલપરિવારજનોમાં શોકનો માહોલ
યુવકનું ડૂબી જતા મોત નિપજ્યા હોવાના સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.