દેવાદાર ગુજરાત / બીજા 6 સ્ટેચ્યુ ઓફ યુનિટી બની જાય એટલું તો ગુજરાત સરકાર વર્ષે વ્યાજ ચૂકવે છે

Gujarat Debt interest more than value of statue of unity

ગુજરાતના વિકાસની વાતો વચ્ચે ગુજરાતીઓને માથે દેવાનો પહાડ રાજકુમારીની વાર્તાની જેમ દિવસે નથી વધતો એટલો રાતે વધી રહ્યો છે અને રાતે નથી વધતો એટલો દિવસે વધી રહ્યો છે. વિકાસ નામના ફુલગુલાબી ફૂલમાં દેવાનો કાંટો વિલન બની શકે છે. આજે ગુજરાતને માથે રૂા. 2.40 લાખ કરોડનું દેવુ છે જે 2020 સુધીમાં 3 લાખ કરોડને પાર કરી જશે. 3000 કરોડનો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ખર્ચો છે જેના 6 ગણું તો ગુજરાત વાર્ષિક વ્યાજ ચૂકવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ