બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / બંને દીકરાઓની ધરપકડ પર મંત્રી બચુ ખાબડે સેવ્યું મૌન, મનીષ દોશીએ કહ્યું 'રાજીનામું લેવામાં આવે'
Last Updated: 01:04 PM, 19 May 2025
Dahod MNREGA scam : દાહોદ મનરેગા કૌભાંડમાં ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા બન્યા છે. આ તરફ મંત્રીના બીજા દીકરાની પણ ધરપકડ કરાઇ છે. આ બધાની વચ્ચે મંત્રી બચુ ખાબડના બે દિકરાઓની ધરપકડ પર મૌન સેવ્યું છે. આ સાથે મંત્રી બચુ ખાબડ વિસ્તારમાં જાહેર કાર્યક્રમોમાં દેખાવાનું ટાળ્યું છે. આ તરફ ગાંધીનગર ખાતે કાર્યાલયમાં પણ મંત્રીનું ખાબડની અનુપસ્થિતિ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
દાહોદમાં પુત્રએ કરેલા મનરેગા કૌભાંડ પર મંત્રી બચુ ખાબડ ગાયબ થયા છે. આ તરફ રાજ્ય સરકારે પણ મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ પર મૌન સેવ્યું છે. લાંબા સમયથી મંત્રી બચુ ખાબડ પુત્રના કૌભાંડ પર બોલવાનું ટાળ્યું છે. આ તરફ મંત્રીના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે.
મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા
ADVERTISEMENT
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રની ધરપકડને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, ગરીબોના હક પરત ભાજપના મંત્રીના પુત્રએ જ તરાપ મારી છે. સરકારમાં મંત્રી હોય અને કૌભાંડમાં સામેલ હોય તો યોગ્ય તપાસ થાય ? આ સાથે મંત્રી બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. CM ભૂપેન્દ્ર પટેલ મંત્રી બચુ ખાબડને જવાબદારીમાંથી મુક્ત કરે તેવી કોંગ્રેસની માંગ છે. આ સાથે આદિવાસી વિસ્તારમાં તપાસ થાય તો અનેક કૌભાંડ થયા છે તે બહાર આવશે તેવું નિવેદન મનીષ દોશીએ આપ્યું છે.
શું છે સમગ્ર કૌભાંડ?
મનરેગાના વર્ષ 2021 થી 2025 વચ્ચે થયેલા કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે.. રૂપિયા 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.. દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરીયાદ દાખલ કરી હતી. આ સમગ્ર મામલામાં જુદી જુદી 25 એજન્સીઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં દેવગઢબારિયાની 28 અને ધાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT