gujarat crime branch nab vadodara youth accuse of editing cm rupani speech
કાર્યવાહી /
CM રૂપાણીની સ્પીચ સાથે ચેડાં કરવાના આરોપમાં એક યુવકની ધરપકડ, પદ-પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો ગુનો નોંધાયો
Team VTV08:34 AM, 14 May 21
| Updated: 08:35 AM, 14 May 21
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાષણ સાથે ચેડાં કરવાના આરોપમાં એક યુવકની ગુજરાતના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
CMની સ્પીચ સાથે ચેડાં કરનાર શખ્સ વડોદરાથી ઝડપાયો
વડોદરા ક્રાઈમ બ્રાંચે આરોપી પ્રદિપ કહારને ઝડપ્યો
CMના પદ અને પ્રતિષ્ઠાને નુકશાન કરવા મુદ્દે નોંધાયો ગુનો
સોશ્યલ મીડિયામાં સીએમનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
અત્યારે ઇન્ટનેટ અને સોશ્યલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો એકબીજા સાથે જોડાયેલા છે તથા જુદા જુદા પ્લેટફોર્મ મનોરંજન, કોમ્યુનિકેશનની સાથે સાથે જાણકારી પ્રાપ્ત કરવાના કામે આવી રહ્યું છે ત્યારે સોશ્યલ મીડિયાનો પોતાનો અલગ જ દબદબો હવેના યુગમાં જોવા મળે છે. આંગળીના ટેરવે જોતજોતાંમાં વીડિયો વાયરલ થઈ હતા હોય છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીનો એક વીડિયો વાયરલ કરવા મામલે વડોદરાના એક યુવકની ધપકડ કરવામાં આવી છે.
CMની સ્પીચનો એક વીડિયો કર્યો હતો વાયરલ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો હે ત્યારે મુખ્યમંત્રીની સ્પીચ સાથે ચેડાં થયા હોવાના આરોપમાં રાજ્યની ક્રાઇમ બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી છે. યુવક પર સોશ્યલ મીડિયા પર આ વીડિયો વાયરલ કરાવવાનો પણ આરોપ છે.
CMના પદ અને પ્રતિષ્ઠાને નુકશાન કરવા મુદ્દે નોંધાયો ગુનો
નોંધનીય છે કે આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે યુવકની ધરપકડ કરવામાં આવી છે તે પ્રદીપ કહાર વડોદરામાં રહે છે તથા તે ડીજેનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું છે. તેના પર વાસ્તવિક વીડિયોને એડિટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા અને પદને નુકસાન થતો હોવાનો ગુનો પણ યુવક સામે નોંધવામાં આવ્યો છે.