Gujarat coronavirus cases 26 december 2021 omicron variant
વાયરસ /
મોટી અપડેટઃ ગુજરાતમાં આજે એકે'ય ઓમિક્રોનનો કેસ નહીં, તો કોરોનાના જાણો કેટલા કેસ નોંધાયા
Team VTV08:06 PM, 26 Dec 21
| Updated: 08:26 PM, 26 Dec 21
સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા છે. કોરોનાના કેસો હવે ધીરે ધીરે ગતિ પકડી રહ્યા છે. ત્યારે આજે રાજ્યમાં 177 નવા કોરોના કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે કોરાનાના વધુ 177 કેસ નોંધાયા
રાજ્યમાં આજે કોરોનાને માત આપીને 66 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 948 થઈ
ગુજરાતમાં આજે કોરોનાના 177 નવા કેસ નોંધાઇ ચૂક્યા છે. તો 66 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 948 થઇ ગઇ છે. તો કોરોનાગ્રસ્ત 10 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે આજે કોરોનાને રાજ્યમાં એકપણ દર્દીનું મૃત્યુ નહીં.
રાજ્યભરમાં અત્યાર સુધી થઈ ચૂક્યા છે 10113 મૃત્યુ થઇ ચૂક્યા છે. કુલ 818298 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.67 ટકા છે. રાજ્યભરમાં આજે 41,031 નાગરિકોનું આજે રસીકરણ થયું છે. તો અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.81 કરોડથી વધુ ડોઝ અપાયા છે.
રાજ્યમાં ગઇકાલે ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા હતા. રાજકોટમાં 1 કેસ, ખેડામાં 3, અમદાવાદમાં 2 અને બનાસકાંઠામાં 1 કેસ નોંધાયો હતો. જેને લઇને વડોદરામાં કુલ 17, અમદાવાદમાં 11 કેસ, ખેડામાં 6, આણંદ 4, જામનગરમાં 3 કેસ, મહેસાણા 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1 કેસ, બનાસકાંઠામાં 1 અને રાજકોટ જિલ્લામાં હાલ 2 ઓમિક્રોન કેસ થયા છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ 50એ પહોંચ્યા છે.તો અત્યાર સુધીમાં 10 લોકો થયા ઓમિક્રોનમુક્ત થયા છે.