Gujarat coronavirus cases 24 december 2021 omicron variant
'અંતર' /
98 કોરોનાના નવા દર્દી, તો 19 જિલ્લામાં એકે'ય કેસ નહીં, રાજ્યમાં કુલ 8 ઓમિક્રોન દર્દી થયા સાજા
Team VTV08:43 PM, 24 Dec 21
| Updated: 09:35 PM, 24 Dec 21
અમદાવાદમાં સૌથી વધુ 32 કેસ, સુરતમાં 19 અને વડોદરામાં 12 કેસ કોરોનાના સામે આવ્યા છે.
કોરાનાના વધુ 98 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 694 થઈ
આજે કોરોનાને રાજ્યમાં વધુ 3 દર્દીઓનું મૃત્યુ થયુ
સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા છે. કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 98 કેસ નોંધાતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.કોરોનાને માત આપીને 69 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસની સંખ્યા 694 થઈ છે. તો કોરોનાગ્રસ્ત 8 દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાને કારણે અમદાવાદ, જામનગર અને પોરબંદર જિલ્લા એકએક એટલે કે રાજ્યમાં વધુ 3 દર્દીઓનું મૃત્યુ થયુ છે.રાજ્યભરમાં અત્યાર સુધી 10,111 મૃત્યુ તો 8,18,198 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે
કયા જિલ્લામાં કેટલા કેસ?
જો કોરોનાના જિલ્લા પ્રમાણેના આંકડા પર નજર કરીએ તો આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 32 કેસ નોંધાયા, સુરતમાં 19 કેસ, વડોદરામાં 12 કેસ, રાજકોટમાં 10 કેસ, કચ્છમાં 6 કેસ, વલસાડમાં 5 કેસ, ખેડામાં 3 કેસ નોંધાયા, ગાંધીનગરમાં 2 કેસ, જુનાગઢમાં પણ 2 કેસ દાખલ થયા છે. બીજી તરફ નવસારીમાં 2 કેસ, સાબરકાંઠામાં 2 કેસ, ભાવનગરમાં એક કેસ ગીર સોમનાથ અને જામનગરમાં એક-એક કેસ નોંધાતા ફરી કોરોનાએ માથું ઉચક્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે 1.75 લાખ નાગરિકોનું રસીકરણ થયું છે અને અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.80 કરોડથી વધુ ડોઝ અપાયા, ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.70 ટકાએ પહોંચ્યો છે.
ઓમિક્રોનના કુલ 13 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 43એ પહોંચ્યો
આજે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 13 કેસ નોંધાયા છે. જેમાં આણંદમાં એક ઓમિક્રોનનો કેસ, વડોદરામાં 7 ઓમિક્રોનના કેસ, ખેડામાં 3 અને અમદાવાદ શહેરમાં 2 ઓમિક્રોન પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને કઇને અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનના કુલ 43 કેસ થયા છે. તો ઓમિક્રોનગ્રસ્ત કુલ 8 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનના એકપણ દર્દીનું મૃત્યુ નહીં.
જાણો કયા જિલ્લામાં કેટલા ઓમિક્રોનના કેસ
અમદાવાદ-9
જામનગર- 3
સુરત-2
મહેસાણા-3
વડોદરા-17
આણંદ-4
રાજકોટ-1
ગાંધીનગર-1
ખેડા-3
મહાનગરોમાં રાત્રી કર્ફ્યું
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારના ગૃહ વિભાગે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણો અમલમાં મુક્યા છે. આ અમલ 10 ડિસેમ્બર અને 20 ડિસેમ્બરની ગાઇડલાઇનની જેમ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવેલ છે.
1) 25 ડિસેમ્બર 2021થી અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, જૂનાગઢ શહેર, જામનગર શહેર, ભાવનગર શહેર અને ગાંધીનગર શહેરમાં દરરોજ રાત્રિના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.
2) આ 8 શહેરોમાં તમામ દુકાન, રેસ્ટોરન્ટ, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિયક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર અને અન્ય વ્યાપારિક ગતિવિધિ હાલ રાત્રે 12 કલાક સુધી ખુલ્લા રાખી શકાતા હતા. જોકે તેમાં ફેરફાર કરતા 25 ડિસેમ્બર 2021થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ ગાઇડલાઇન 30 નવેમ્બરના હુકમોની અન્ય બાબતો 31 ડિસેમ્બર સુધી યથાવત્ રહે છે.