Gujarat coronavirus cases 23 december 2021 omicron variant
BIG NEWS /
ગુજરાતમાં કોરોના કેસમાં ધરખમ વધારો, 111 કેસથી ખળભળાટ, અમદાવાદમાં સૌથી વધુ
Team VTV07:57 PM, 23 Dec 21
| Updated: 08:41 PM, 24 Dec 21
કોરોનાના કેસોની સાથે સાથે ઓમિક્રોન કેસ પણ વધ્યા, 2 વિસ્તારને માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા
આજે રાજ્યભરમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો
રાજ્યમાં આજે કોરાનાના વધુ 111 કેસ નોંધાયા
ગુજરાતમાં આજે ખરેખર કોરોનાના બોમ્બ ફૂટ્યો છે. છેલ્લા 24 કલાકમાં 111 કેસ આવતા સંભવિત ત્રીજી લહેરના ભણકારા વાગી ચૂક્યા છે. સૌથી વધુ અમદાવાદમાં 43 કેસ નોંધાયા છે. આજે કોરોનાને માત આપીને 78 દર્દી ડિસ્ચાર્જ થઈ ઘરે પરત ફર્યા છે. 12 દર્દી વેન્ટિલેટર પર છે. તો કોરોનાના કારણે આણંદ અને જામનગરમાં એક-એક એટલે કે કુલ સ 2 લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 668 થઈ જતાં તંત્ર સજાગ બન્યું છે.
જો જિલ્લા વાઈઝ કોરોના કેસમાંની વાત કરીએ તો આજે અમદાવાદમાં સૌથી વધુ 43 કેસ, સુરત 18 કેસ, વડોદરામાં 11 કેસ, રાજકોટમાં 14 કેસ, વલસાડ અને કચ્છમાં 5-5 કેસ, ખેડામાં 4 કેસ, નવસારીમાં 4 કેસ, આણંદમાં 3 કેસ, મહીસાગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા, સાબરકાંઠા અને ભાવનગરમાં કોરોનાના એક-એક કેસ સામે આવ્યો છે. રાજ્યભરમાં અત્યાર સુધી 10,108 મૃત્યુ થઈ ચૂક્યા છે. 8,18,129 દર્દીઓએ કોરોનાને માત આપી છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.70 ટકાએ પહોંચ્યો છે.
ણો કયા જિલ્લામાં કેટલા કેસ, કેટલા મૃત્યુ અને કેટલા ડિસ્ચાર્જ થયા તે અંગેની સંપૂર્ણ માહિતી
અમદાવાદના 2 સોસાયટી માઈક્રોકન્ટેઇનમેન્ટ જાહેર
કોરોના કેસમાં ચિંતાજનક વધારો થતાં અમદાવાદ શહેરમાં 2 વિસ્તારને માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. ચાંદલોડિયાના આઈસલેન્ડ સોસાયટી, ચાંદખેડાની દિવ્ય જીવન સોસાયટીને માઈક્રોકન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 16 કેસ
ગુજરાતમાં ઓમિક્રોનને લઈને ખતરાની ઘંટી વાગી ચૂકી છે, હવે એકાએક અનેક જિલ્લાઓમાંથી ઓમિક્રોનના કેસ એકી સાથે બહાર આવવા લાગ્યા છે ત્યારે વડોદરા આજે વધુ વડોદરામાં ઓમિક્રોનના 7 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. જો રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 16 કેસ સામે આવતા 30 પર આંકડો પહોંચી ગયો છે. 25 ઓમિક્રોન પેસન્ટ હાલ સારવાર હેઠળ છે, 5 દર્દીઓ સ્વસ્થ થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે.
કયા જિલ્લામાં ઓમિક્રોનના કેટલા કેસ?
અમદાવાદ-7
જામનગર- 3
સુરત-2
મહેસાણા-3
વડોદરા-10
આણંદ-3
રાજકોટ-1 કેસ
ગાંધીનગર-1
ગુજરાતમાં નવી ગાઈડલાઈન જાહેર
કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે..આથી કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.કેન્દ્ર સરકારે નવી ગાઈડ લાઈન પ્રમાણે અમલ કરવા રાજ્ય સરકારને સૂચના આપી છે.આ ગાઈડ લાઈન પ્રમાણે સોસાયટીઓમાં પોઝિટિવિટી રેટ 10 ટકા કરતા વધુ હશે તો સ્થિતિ અતિગંભીર ગણવામાં આવશે..જ્યારે કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 40 ટકા કરતા વધુ લોકો સંક્રમિત થાય તો ગંભીર સ્થિતિ ગણવામાં આવશે...સાથે જ જરૂર પડે ત્યાં ક્લસ્ટર અને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન માટે પણ સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત હોસ્પિટલોમાં દવા અને પૂરતી સંખ્યામાં સ્ટાફ રાખવા તેમજ હોસ્પિટલ સ્ટાફને પુરતી તાલીમ આપવા આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે.
તહેવારો પહેલા નાઈટ કર્ફ્યુ લાગુ પાડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને લખવામાં આવેલા લેટરમાં એવું જણાવાયું છે કે દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે. આવા કિસ્સામાં હિંમત હારવાની જરુર નથી. રાજ્યોએ વધારે સચેત રહીને કેસ પોઝિટીવીટી, ડબલિંગ રેટ, જિલ્લામાં નવા કેસના ક્લસ્ટર પર ધ્યાન રાખવાની જરુર છે. કેન્દ્ર સરકારે રાજ્યોને એવી પણ સલાહ આપી કે રાજ્યોએ તહેવારો પહેલા સ્થાનિક સ્તરના પ્રતિબંધો સહિત નાઈટ કર્ફ્યુ પણ લાગુ પાડવો જોઈએ.
કેન્દ્ર સરકારે રાજ્યોને આપેલી સલાહ
- તહેવારો પહેલા નાઈટ કર્ફ્યુ અને બીજા પ્રતિબંધો લાગુ પાડો
- ભીડે ભેગી ન થાય તેવું ધ્યાન રાખો
- કેસ પોઝિટીવીટી, ડબલિંગ રેટ, કોરોના ક્લસ્ટર પર નજર રાખો
- કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન નોટિફાય કરો