જાણકારી /
ગુજરાત માટે અતિ મહત્વના સમાચાર આવ્યા, જાણો શું કહ્યું આરોગ્ય સચિવ જયંતિ રવીએ
Team VTV02:08 PM, 26 Feb 21
| Updated: 10:43 AM, 27 Feb 21
ગુજરાત માટે અતિ મહત્વના સમાચાર આવ્યા છે. આરોગ્ય સચિવે કોરોનાની રસીને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરી છે
ગુજરાત માટે અતિ મહત્વના સમાચાર
1 માર્ચથી ગુજરાતમાં કોરોના સામે રસીકરણનો બીજો તબક્કો શરૂ થશે
60 વર્ષથી વધુ વય જૂથના લોકોને બીજા તબક્કામાં કોરોનાની રસી મળશે
ગુજરાત માટે અતિ મહત્વના સમાચાર આવ્યા છે. આરોગ્ય સચિવે કોરોનાની રસીને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતુ કે, 1 માર્ચથી ગુજરાતમાં કોરોના સામે રસીકરણનો બીજો તબક્કો શરૂ થશે જેમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોને બીજા તબક્કામાં કોરોનાની રસી મળશે. 45 વર્ષથી ઉપરના કો-મોર્બિડ લોકોને પણ કોરોનાની રસી મળશે.
આ રોગના દર્દીઓને મળશે રસી
હૃદય, ડાયાબીટીસ, કિડની, કેન્સર, સિકલસેલ ધરાવતા દર્દીઓને કોરોનાની રસી મળશે. બોનમેરો, થેલેસેમિયા, HIVગ્રસ્તને પણ કોરોનાની રસી મળશે. આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
ઓનલાઈન કરવું પડશે રજિસ્ટ્રેશન
એક મોબાઈલથી ચાર લોકો રજીસ્ટ્રેશન કરી શકશે. આધારકાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ જેવા પુરાવા જોઈશે. સરકારી રસીકરણ કેન્દ્રમાં કોવિડ-19ની રસી મફત મળશે
આ વેબસાઈટ પર જઈ મેળવો માહિતી અને નોંધાવો ડોઝ
ખાનગી રસીકરણ કેન્દ્ર ઉપર કોઈએ રસી લેવી હોય તો 100 રૂપિયા પ્રોસેસિંગ ફી આપવી પડશે આ માટે https://preprod.co-vin.in/home અહીં રજિસ્ટ્રેશન કરી શકશો.